- પ્રજ્ઞાસિંહ ઠાકુરની કસ્ટડી અંગેની ફરિયાદનો મામલો
- માનવાધિકાર આયોગે પોલીસ વડાને 6 એપ્રિલે હાજર થવા જણાવ્યું
- વકીલ આદિત્ય મિશ્રાએ 2018માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવી
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માનવાધિકાર આયોગે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વર્ષ 2008ના આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુરની કસ્ટડી અંગેની ફરિયાદ પર રાજ્યના પોલીસ મહાનિર્દેશકને સમન્સ જારી કર્યું હતું. માનવાધિકાર આયોગે પોલીસ વડાને 6 એપ્રિલે તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે. વ્યવસાયે વકીલ આદિત્ય મિશ્રાએ 2018માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન ઠાકુર (હાલમાં ભાજપના સાંસદ)એ ટીવી પર એક મુલાકાતમાં આરોપ લગાવ્યો હતો કે, ધરપકડ બાદ રાજ્ય (મહારાષ્ટ્ર)ની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આયોગેે આ મામલો રાજ્ય માનવાધિકાર પંચને આપ્યો હતો. પિટિશનમાં વિનંતી કરવામાં આવી છે કે આયોગે ઠાકુરના આક્ષેપોનું ધ્યાન લેવું જોઈએ કારણ કે તે "ભારતીય બંધારણની કલમ 21 (જીવન અને અંગત સ્વાતંત્ર્ય) ને લગતો મુદ્દો છે".