ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ ઠાકરેના નિવેદન બાદ અફઝલ ખાનની કબર પર વધારી દેવામાં આવી સુરક્ષા - Afzal Khan

અફઝલ ખાનની કબર તોડી પાડવાના MNS વડા રાજ ઠાકરેના નિવેદન બાદ મહારાષ્ટ્ર સરકારે સતારા જિલ્લામાં અફઝલ ખાનની કબરની (Security Beefed Up At Afzal Khan grave) નજીક સુરક્ષા વધારી દીધી છે. અફઝલ ખાનની કબર 2005 થી પ્રતિબંધિત વિસ્તાર છે.

રાજ ઠાકરેના નિવેદન બાદ અફઝલ ખાનની કબર પર વધારી દેવામાં આવી સુરક્ષા
રાજ ઠાકરેના નિવેદન બાદ અફઝલ ખાનની કબર પર વધારી દેવામાં આવી સુરક્ષા

By

Published : May 26, 2022, 1:51 PM IST

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) વડા રાજ ઠાકરેના અફઝલ ખાનની કબર (Security Beefed Up At Afzal Khan grave) અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્ય સરકારે સતારા જિલ્લામાં અફઝલ ખાનની કબર પાસે સુરક્ષા વધારી દીધી છે. અફઝલ ખાન બીજાપુરના આદિલ શાહી શાસનનો સેનાની હતો.

આ પણ વાંચો:PM મોદી ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના વાર્ષિક દિવસની ઉજવણીમાં આપશે હાજરી

અફઝલ ખાનની કબર 2005થી પ્રતિબંધિત વિસ્તાર છે :સતારાના પોલીસ અધિક્ષક અજય કુમાર બંસલે જણાવ્યું હતું કે, અફઝલ ખાનની કબર 2005થી પ્રતિબંધિત વિસ્તાર છે. અહીં વધારાના પોલીસ દળની તૈનાત એ નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં દળ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લાના તમામ સંવેદનશીલ સ્થળોની મુલાકાત લે છે.

MNSએ નારાજગી વ્યક્ત કરી :અજય કુમાર બંસલે વધુ જણાવ્યું હતું કે, આ વખતે સેના દ્વારા પ્રતાપગઢ અને અફઝલ ખાનની કબરની મુલાકાત લેવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, જેના પર MNSએ નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....

અમારા કાર્યકરો કબરને તોડી પાડશે રાજ ઠાકરે :તાજેતરમાં જ રાજ ઠાકરેએ કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર અફઝલ ખાનની કબરને તોડી નહીં પાડે તો અમારા કાર્યકરો જ તેને તોડી પાડશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે આપણા શિવાજી મહારાજને મારવા માટે બીજાપુરથી અહીં આવ્યો હતો, પણ મહારાજે તેને મારી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અફઝલ ખાનની કબર મહાબળેશ્વર પાસે પ્રતાપગઢમાં આવેલી છે.

ABOUT THE AUTHOR

...view details