- પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર
- પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર, તેની તપાસ થશે
- મહારાષ્ટ્ર CM કચેરી કરશે તપાસ
મુંબઈ: મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્ર સરકારે જવાબ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, સિંહનો પત્ર એક અલગ ઇ-મેઇલ સરનામાં દ્વારા મળ્યો હતો. તેના ઓફિશિયલ અકાઉન્ટ પરથી મેઈલ આવ્યો નથી. પત્ર પર તેની સહી પણ નથી. નવું ઇ-મેઇલ સરનામું તપાસવાની જરૂર છે. તેથી ગૃહ મંત્રાલય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર
અગાઉ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો છે કે, પ્રધાન અને તેમની ટીમના સભ્યે સચિન વાજેને બાર અને હુક્કા પાર્લરો પાસેથી દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનું કહ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 'લેટર બોમ્બ': ગૃહપ્રધાન દેશમુખે કહ્યું કે- 100 કરોડની જરૂર છે-પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો