- કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 28 માર્ચથી રાત્રિ કરફ્યૂ
- કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો કડક પગલા લેવામાં આવશે
- રાજ્યમાં 4 દિવસમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે દ્વારા શુક્રવારે સત્તાવાર નિવેદનમાં કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે 28 માર્ચથી રાત્રિના સમયે કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવાર રાતથી જ કરફ્યૂ લગાવવાનો આદેશ આપી દીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યપ્રધાને ચેતવણી આપી છે કે, જે લોકો કોવિડ-19 સુરક્ષા નિયમોનું પાલન નહીં કરે તો કડક પગલા લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશનારા વ્યક્તિઓના ટેસ્ટ અને સ્ક્રિનીંગ ફરજિયાત
મુખ્યપ્રધાને રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી