- આગમાં 10 લોકોના મોત, વધી શકે છે મોતનો આંકડો
- દર્દીને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ઉદ્ધવ ઠાકરએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી
મુંબઈ: મુંબઈના ભાંડુપમાં આવેલા એક મોલમાં મોડીરાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. અગ્નિશામક દળના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સમગ્ર ધટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
ઉદ્ધવ ઠાકરએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી
આગની ઘટના અંગે મુંબઇના મેયરે કહ્યું કે, હજુ સુધી આગ લાગવાના કારણોની જાણકારી મળી નથી. મેં મોલમાં પહેલીવાર કોઈ હોસ્પિટલ જોઇ છે, તેની કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમિત સહિત 76 દર્દીઓનું બીજી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આગ લાગવાના કારણોની કરાઈ રહી છે તપાસ
આગને કાબૂમાં લેવા અગ્નિશામક દળના 20થી વધુ વાહનો સ્થળ પર હાજર છે. મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે આગ લાગી હતી, આગ કેવી રીતે તેની તપાસ કરવામાં આવી રહી છે. વળી, હોસ્પિટલની અંદર એવી પણ શોધ પણ કરવામાં આવી રહી છે કે અંદર ક્યાંય કોઈ દર્દી ફસાયો તો નથી ને.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ