મુંબઈ-મહારાષ્ટ્રઃમહારાષ્ટ્ર સરકારે નવેમ્બર 2020માં શ્રદ્ધા વોકર એ લખેલા પત્ર પર પાલઘર પોલીસની 'નિષ્ક્રિયતા' અંગે તપાસનો આદેશ આપ્યો છે. મૃતક શ્રદ્ધા વોકરે ફરિયાદ પત્રમાં લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા (Accused Aaftab Poonawala) તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓનો (Shraddha Walkar Mumbai) ઉલ્લેખ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પત્રમાં ખૂબ જ ગંભીર વાત કરી છે, આ બાબતની તપાસ માટે પોલીસને (Mumbai police) આદેશ કરી દેવામાં આવ્યા છે. ફડણવીસે મીડિયાકર્મીઓને કહ્યું કે, કોઈને દોષ આપ્યા વિના, આપણે સત્ય જાણવાની જરૂર છે. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો હત્યા ટાળી શકાઈ હોત.
લેખિતમાં ફરિયાદ થઈઃતારીખ 23 નવેમ્બર, 2020 ના રોજ, શ્રદ્ધા વોકરે તુલિંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે આફતાબે તેને મારી નાખવાની અને તેના ટુકડા કરવાની ધમકી આપી હતી. આ પત્ર જે હવે સામે આવ્યો છે તેને સ્થાનિક પોલીસે પણ વિધિવત સ્વીકારી લીધો હતો. પોલીસે કહ્યું કે તેણે આ બાબતની તપાસ કરી હોવા છતાં, શ્રદ્ધાએ પાછળથી તેની ફરિયાદ પાછી ખેંચી લીધી અને બીજો પત્ર આપ્યો, જે આ મુદ્દો બંધ છે એવા સંકેત આપે છે. તેમણે લેખિતમાં કરેલી અરજીમાં નારાજગી દર્શાવતા કહ્યું હતું કે, આફતાબ તેણીને મારતો હતો.
જાનથી મારી નાંખવા ધમકીઃશ્રદ્ધાએ પોતાના પત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, બ્લેકમેલ કરતો હતો.તેણીને જાનથી મારી નાખવાની અને તેના શરીરના ટુકડા કરવાની ધમકી પણ આપતો હતો. હવે લગભગ બે વર્ષ પછી તારીખ 12મી નવેમ્બરે આફતાબની ધરપકડ સાથે આ બધું સાચું સાબિત થયું. આફતાબે તારીખ 18 મેના રોજ દિલ્હીમાં તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા હતા અને પછી કેટલાક અઠવાડિયા સુધી તે ટુકડાઓનો નિકાલ કર્યો હતો. 25 વર્ષની શ્રદ્ધાએ તેના પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે તે અને 26 વર્ષીય આફતાબ વિજય વિહાર કોમ્પ્લેક્સમાં સાથે રહેતા હતા.
મારપીટ કરતો હતોઃપરંતુ તે છ મહિનાથી તેની સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી રહ્યો હતો. તેમણે મને ગૂંગળામણથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે મને ડરાવી દેતો હતો. મને મારી નાખશે, મારા ટુકડા કરી દેશે અને ફેંકી દેશે. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાના પત્રમાં કરેલો છે. છ મહિના થઈ ગયા, તે મને સતત મારતો રહ્યો. મારામાં પોલીસ પાસે જવાની હિંમત ન હતી કારણ કે તે મને મારી નાખવાની ધમકી આપે છે. એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે આફતાબના માતા-પિતાને ખબર હતી કે તે મને મારે છે. મારી હત્યા કરવાનો પ્રયાસ કરે છે.
રીલેશનશીપ વિશેઃઆફતાબના માતા પિતાને ખબર હતી કે, તે અમારી સાથે રહે છે. તેઓ સપ્તાહના અંતે અમને મળવા આવે છે. હું આજ સુધી તેની સાથે રહું છું કારણ કે અમે ટૂંક સમયમાં લગ્ન કરવાના છીએ અને મને તેના પરિવારના આશીર્વાદ છે. સતત અને સખત ત્રાસને કારણે શ્રદ્ધાએ એલાન કર્યું હતું કે, હવે હું એની સાથે રહેવા માટે તૈયાર નથી. જ્યારે પણ મારી વાત આવે એ દરેક વાત વખતે તેણે મને નુકસાન કર્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર એક પોલીસ અધિકારી વસઈમાં આવેલા એના ઘરે પણ ગયા હતા. જ્યાં આ કપલ રહેતા હતા. એ સમયે જ તેમણે કહ્યું હતું કે, આ કેસમાં તેઓ કોઈ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવા નથી માંગતા. પછી તેમણે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી. પછી પોલીસે કહ્યું કે, કેસને આગળ વધારવાની જરૂર નથી.