મહારાષ્ટ્ર: સંકટમાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને (Maharastra floor test) લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav thakeray big trouble) માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. જેથી ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી દેતા (Uddhav Thakeray Resign) દ્રશ્ય સાફ થઈ ગયુ છે. સાથે વિધાનસભા પદ પરથી પણ રાજીનામું આપી દેતા સવાલો ઊભા થયા છે.
શિંદે જૂથ વતી નીરજ કિશન: આ સમગ્ર મામલામાં શિવસેના (Shivsena for floor test) તરફથી અભિષેક મનુ સિંઘવીને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે શિંદે જૂથ વતી નીરજ કિશન કૌલે કોર્ટમાં પોતાની દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તેમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણકારી મળી. જ્યાં સુધી ધારાસભ્યોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં.
આ પણ વાંચો:અદભૂત: વિશ્વનો સૌથી મોટો તાનપુરા અહીં આવેલો છે...