ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જ્ઞાનવાપી  નંદીની સામે દિવાલ તોડી પાડવામાં આવે અને મહાદેવ સાથે મિલન કરાવામાં આવે: ડૉ.કુલપતિ તિવારી

આ દિવસોમાં વારાણસીના જ્ઞાનવાપી (Another petition in the Gyanvapi episode) સંકુલ અને કાશી વિશ્વનાથ મંદિરમાં વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ.કુલપતિ તિવારીએ એક મોટી જાહેરાત કરી છે. મહંત ડો.કુલપતિ તિવારીએ જણાવ્યું કે, તેઓ જ્ઞાનવાપી કેમ્પસમાં મળેલા શિવલિંગ અંગે કોર્ટમાં અરજી કરશે.

નંદીની સામે દિવાલ તોડી પાડવામાં આવે અને મહાદેવ સાથે મિલન કરાવામાં આવે: ડૉ.કુલપતિ તિવારી
નંદીની સામે દિવાલ તોડી પાડવામાં આવે અને મહાદેવ સાથે મિલન કરાવામાં આવે: ડૉ.કુલપતિ તિવારી

By

Published : May 22, 2022, 6:47 PM IST

વારાણસીઃ આ દિવસોમાં વારાણસીના જ્ઞાનવાપી સંકુલ અને કાશી વિશ્વનાથ મંદિરમાં વિવાદ (Another petition in the Gyanvapi episode) ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત (Mahant of Kashi Vishwanath temple) ડૉ.કુલપતિ તિવારીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ અરજી દ્વારા તેઓ શિવલિંગની પૂજા (Gyanvapi worship demand ), આરતી અને ભોગ ધરાવવાનો અધિકાર માંગશે. આ અરજી સોમવારે વારાણસીની સિવિલ કોર્ટમાં પણ મૂકવામાં આવશે. આ માટે મહંત પરિવારે જ્યોતિષ દ્વારા નક્કી કરેલા શુભ સમયની પસંદગી કરી છે.

નંદીની સામે દિવાલ તોડી પાડવામાં આવે અને મહાદેવ સાથે મિલન કરાવામાં આવે: ડૉ.કુલપતિ તિવારી

આ પણ વાંચો:કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો

જ્ઞાનવાપીમાં પૂજા માટે બીજી પિટિશન દાખલ કરવામાં આવશેઃ નોંધપાત્ર બાબત એ છે કે, જ્ઞાનવાપી એપિસોડમાં ઘણી પિટિશન ફાઇલ કરવામાં આવી છે. જેની સુનાવણી જિલ્લા કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. હવે મહંત પરિવાર વતી સોમવારે કોર્ટમાં નવી પિટિશન મુકવામાં આવશે. જેમાં મહંત પરિવારે પોતાનો દાવો રજૂ કરતાં જ્ઞાનવાપી સંકુલમાં મળેલા કહેવાતા શિવલિંગની પૂજા-અર્ચના કરવાની વાત કરશે.

આ પણ વાંચો:ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરો: રાજ ઠાકરેનું ઉદ્ધવ ઠાકરેને આહવાહન

આ મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો: આ સંદર્ભમાં વિશ્વનાથ મંદિરના મહંત કુલપતિ તિવારીએ જણાવ્યું હતું કે, ઘણી પેઢીઓથી તેમના પૂર્વજો જ્ઞાનવાપીમાં ભગવાન વિશ્વનાથની પૂજા કરતા આવ્યા છે અને તે જ સત્તા હેઠળ તેઓ કોર્ટમાં અરજી દાખલ કરશે. તેમનું કહેવું છે કે, અમારે કોઈપણ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. આમે ફક્ત આમારા ભગવાનની ભક્તિ અને ઉપાસના સાથે ચિંતિત છીએ. તેમણે કહ્યું કે, મંદિર પરિસરમાં નંદીની સામે જે દિવાલ બનાવવામાં આવી છે તેને તોડી પાડવામાં આવે અને મહાદેવ અને નંદીના મિલનની સાથે ભગવાનની પૂજા-અર્ચના કરવાની છૂટ આપવામાં આવે. તેમણે કહ્યું કે સોમવારે શુભ મુહૂર્તમાં કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details