ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતાં ઋષિકેશ એઈમ્સમાં દાખલ - કોરોના પોઝિટિવ

કુંભમેળાના આરોગ્ય અધિકારી અર્જુનસિંહ સેંગરે જણાવ્યું હતું કે, મહંત નરેન્દ્ર ગિરીનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો હતો ત્યારે તબિયત લથડતા મંગળવારે ઋષિકેશને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જ મહંત નરેન્દ્ર ગિરી તેમના આશ્રમમાં આઈસોલેટ થયા હતા.

અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતાં ઋષિકેશ એઈમ્સમાં દાખલ
અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતાં ઋષિકેશ એઈમ્સમાં દાખલ

By

Published : Apr 13, 2021, 1:25 PM IST

  • કોરોનાના વધતા ગ્રાફે આરોગ્ય વિભાગના પડકારોમાં ઉમેરો કર્યો
  • તબિયત લથડતાં મહંત નરેન્દ્ર ગિરીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મહંત નરેન્દ્ર ગિરી તેમના આશ્રમમાં આઈસોલેટ થયા

હરિદ્વાર: અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ કોરોના પોઝિટિવ હોવાનું જણાવીને હંગામો મચાવ્યો હતો. મહંત નરેન્દ્ર ગિરીને નિરંજની અખાડામાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા. હરિદ્વારમાં કોરોનાનો કહેર યથાવત છે.

આ પણ વાંચો:મહારાષ્ટ્રના CMના પત્ની રશ્મિ ઠાકરે હોસ્પિટલમાં દાખલ, 11 માર્ચે લીધી હતી કોરોના વેક્સિન

કુંભ મેળા વિસ્તારમાં પણ 102 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા

કુંભ મેળા વિસ્તારમાં પણ 102 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાના વધતા ગ્રાફે આરોગ્ય વિભાગના પડકારોમાં ઉમેરો કર્યો છે. બીજી તરફ તબિયત લથડતાં મહંત નરેન્દ્ર ગિરીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મહંત નરેન્દ્ર ગિરીનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મહંત નરેન્દ્ર ગિરી તેમના આશ્રમમાં આઈસોલેટ થયા હતા. સોમવતી અમાસના શાહી સ્નાનના દિવસે હરિદ્વારમાં 563 કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં 112 લોકો એવા પણ શામેલ છે કે જે અન્ય રાજ્યમાંથી હરિદ્વાર સ્નાન માટે આવ્યા હતા.

આ પણ વાંચો:ફારૂક અબ્દુલ્લા ફરીથી થયા કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details