ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિદ્વાર કુંભમાં આવેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું નિધન - હરિદ્વાર કુંભ

મધ્યપ્રદેશના ચિત્રકૂટથી હરિદ્વાર મહાકુંભમાં જોડાવા માટે આવેલા 65 વર્ષિય મહામંડલેશ્વર કપિલ દેવનું દહેરાદૂનની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. મહામંડલેશ્વર કપિલ દેવને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના સંક્રમિત હતા.

હરિદ્વાર કુંભમાં આવેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું નિધન
હરિદ્વાર કુંભમાં આવેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું નિધન

By

Published : Apr 15, 2021, 9:07 PM IST

  • 65 વર્ષિય મહામંડલેશ્વર કપિલ દેવનું દહેરાદૂનની ખાનગી હોસ્પિટલમાં નિધન
  • ચિત્રકૂટથી હરિદ્વાર મહાકુંભમાં આવ્યાં હતા
  • 3 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

દહેરાદૂન / હરિદ્વારઃ મધ્યપ્રદેશના ચિત્રકૂટથી હરિદ્વાર મહાકુંભમાં જોડાવા માટે આવેલા 65 વર્ષિય મહામંડલેશ્વર કપિલ દેવનું દહેરાદૂનની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, મહામંડલેશ્વર કપિલ દેવને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને કિડની ફેલ થઈ હતી અને તાવની સમસ્યા હતી. કૈલાસ હોસ્પિટલના ડિરેક્ટર પવન શર્મા દ્વારા તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

મહામંડલેશ્વર કપિલ દેવ કોરોના સંક્રમિત હતા

નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવ કોરોના પોઝિટિવ હતા. હોસ્પિટલ મેનેજમેંટનું કહેવું છે કે, મહામંડલેશ્વરને કિડનીની તેમજ તાવની અસર હતી. જેથી તેમને ICU ખસેડાયા હતા. પરંતું 13 તારીખે મહામંડલેશ્વર કપિલ દેવનું કોરોના પોઝિટિવ બન્યા બાદ અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ

કપિલ દેવ મધ્યપ્રદેશના ચિત્રકૂટના રહેવાસી હતા

મહામંડલેશ્વર કપિલ દેવ મધ્યપ્રદેશના ચિત્રકૂટના રહેવાસી હતા. કપિલ દેવ નિર્માણી અખાડાના મહામંડલેશ્વર હતા. દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ લોકોને કોરોના પ્રત્યે બેદરકારી ન રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતાં ઋષિકેશ એઈમ્સમાં દાખલ

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી પણ કોરોના પોઝિટિવ

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ નરેન્દ્ર ગિરી કોરોના પોઝિટિવ થયા હતા, ત્યારબાદ તેઓ આશ્રમમાં આઈસોલેટ થયા હતા. તબિયતમાં સુધારો ન થવાના કારણે ડોકટરોએ તેમને તપાસ બાદ એઈમ્સમાં રિફર કર્યા હતા. હાલ મહંત નરેન્દ્ર ગિરીની હાલત સ્થિર છે. ઉલ્લેખનિય છે કે, 11 એપ્રિલે અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પહેલા તેમની તબિયત લથડતા તેમને હરિદ્વારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ થોડા દિવસો પહેલા સંઘના વડા મોહન ભાગવતને મળ્યા હતા. મોહન ભાગવત પણ કોરોના પોઝિટિવ છે.

ABOUT THE AUTHOR

...view details