- ધર્મનગરી કુંભ મેળાના રંગમાં રંગાઈ ચૂકી છે
- નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ યોજાશે
- ઉત્તરાખંડનામુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત કરશે આગેવાની
હરિદ્વારઃ ધર્મનગરી કુંભ મેળાના રંગમાં રંગાઈ ચૂકી છે. આજે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ કાઢવામાં આવશે. અખાડાની પેશવાઈમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ભાગ લેશે. હરિદ્વારના એસએમજેએન ડિગ્રી કોલેજમાં બનેલા શિબિરથી પેશવાઈની શરૂઆત થશે. સંપૂર્ણ હરિદ્વારનું ભ્રમણ કરતા પેશવાઈ નિરંજની અખાડામાં પ્રવેશ કરશે. પેશવાઈ દરમિયાન નિરંજની અખાડાના અધ્યક્ષ શ્રીમહંત નરેન્દ્ર ગિરિ મહારાજ, અખાડાના સચિવ રવિન્દ્ર પૂરી મહારાજ સહિત મોટી સંખ્યામાં સાધુ-સંત સામેલ થશે.