- ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાની મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓને હટાવવાનો કોઈ પશ્ન નથી
- મીડિયાને અદાલતી કાર્યવાહી દરમિયાન ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરવાથી રોકવાની અપીલને નકારી
- હાઈકોર્ટે ચૂંટણી પંચને કોરોનાના ફેલાવા માટે જવાબદાર ગણાવ્યું હતું
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, કોરોનાના વધતા કેસને લઈ ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાની મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓને હટાવવાનો કોઈ પશ્ન નથી. કારણ કે તે ન્યાયિક આદેશનો ભાગ નથી. સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, મીડિયાને અદાલતી કાર્યવાહી દરમિયાન ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરવાથી રોકવાની અપીલને પણ નકારી હતી. કોર્ટે કહ્યું કે, આ એક પ્રતિગામી પગલુ હશે.
કોવિડ -19 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવા માટે હાઈકોર્ટની પ્રશંસા કરી
જોકે, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે તે માન્યું છે કે હાઈકોર્ટની ટિપ્પણી કઠોર છે અને વિચારવિહીન ટિપ્પણીઓને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવે તેવી સંભાવના હોય છે. સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવા માટે હાઈકોર્ટની પ્રશંસા કરતા કહ્યું કે, ઉચ્ચ અદાલતોએ ટિપ્પણીયા કરવા અને મીડિયાને ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરવાથી રોકવું એ પ્રતિગામી પગલું હશે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણમાં વધારો થવા માટે ચૂંટણીપંચ જવાબદાર, હત્યાનો કેસ દાખલ થવો જોઇએ : મદ્રાસ હાઇકોર્ટ