ટીકમગઢ(મધ્યપ્રદેશ): શહેરમાં 23 વર્ષની યુવતી પર 6 યુવકોએ ગેંગરેપ કર્યો હતો. નશામાં ધૂત યુવકોએ મિત્રના ફોન પર પહોંચેલી યુવતીને માર માર્યો હતો. (6 Boy Raped and Beat Up Girl in Tikamgarh)બાદમાં યુવકોએ યુવતીને બંધક બનાવીઅકુદરતી સેક્સ અને ગેંગરેપ ગુજાર્યો હતો. યુવતીની ફરિયાદ બાદ કોતવાલી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને ગેંગરેપ, અકુદરતી ગેંગરેપ અને હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
શું છે મામલોઃટીકમગઢના પોલીસ અધિક્ષક પ્રશાંત ખરેએ જણાવ્યું કે, "પીડિત યુવતી એક મહિના પહેલા ટીકમગઢ આવી હતી. જેમની મુલાકાત અરવિંદ સાહુ સાથે થઇ હતી. અરવિંદ સાહુએ યુવતીને ટીકમગઢમાં ભાડાનું મકાન અપાવ્યું હતું." યુવતીએ પોલીસને જણાવ્યું કે, "26 ઓક્ટોબરની રાત્રે અરવિંદનો મિત્ર રાહુલ યાદવ રૂમમાં આવ્યો અને તેને અરવિંદ પાસે જવાનુ કહીને બાઇક પર ખેતરમાં લઈ ગયો. જ્યાં અરવિંદ અને તેના મિત્રો પાર્ટી કરી રહ્યા હતા."