ભોપાલ: મધ્યપ્રદેશના તમામ ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ અનુમતિપાત્ર મર્યાદા અને સમય કરતાં વધુ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો અને ખુલ્લામાં માંસ અને ઈંડાના વેચાણ પર અંકુશ એ મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યાના દિવસે જ મોહન યાદવ દ્વારા લેવામાં આવેલા પ્રથમ બે પગલાં હતા. મોહન યાદવે તેમના શપથગ્રહણના દિવસે બુધવારે પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન બુધવારે બે મોટા વિવાદાસ્પદ નિર્ણયો લેવા માટે જરા પણ સમય ન બગાડ્યો.
ખુલ્લામાં માંસ-ઇંડાના વેચાણ સામે કાર્યવાહી:યાદવે કે જેઓ આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેમણે તેના લીધેલા પગલાનો બચાવ કરવા માટે ખાદ્ય સુરક્ષા નિયમો-સંબંધિત માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો. અને કહ્યું કે અમે હાલના ખાદ્ય સુરક્ષા નિયમો અને સંબંધિત માર્ગદર્શિકા અનુસાર ખુલ્લામાં માંસ અને ઇંડાના વેચાણ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પર્યાપ્ત જનજાગૃતિના પગલાં પણ લેવામાં આવશે. 15 થી 31 ડિસેમ્બર સુધી ખુલ્લામાં માંસ અને માછલીના વેચાણ પરના પ્રતિબંધને લાગુ કરવા માટે ખાદ્ય વિભાગ, પોલીસ અને સ્થાનિક શહેરી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે.