ભોપાલ: મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠક માટે આજે 17 નવેમ્બરે મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં 2 હજાર 533 ઉમેદવારો મેદાનમાં છે. જેનું ભાવિ રાજ્યના 5.60 કરોડ મતદારો નક્કી કરશે. મતદાનની પ્રક્રિયા સવારે 7 થી શરૂ થઈ ગઈ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન, સવારના 10 વાગ્યા સુધીમાં 11.70% મતદાન, 2,533 ઉમેદવારો છે મેદાનમાં
મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર આજે 17 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 2,533 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે 5 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મહત્વપૂર્ણ છે કે, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 31 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
Published : Nov 17, 2023, 7:49 AM IST
|Updated : Nov 17, 2023, 11:03 AM IST
દિગ્ગજોની શાખ દાવ પર:સીએમ શિવરાજ તેમની પરંપરાગત સીટ બુધનીથી ચૂંટણી લડી રહ્યા છે. કમલનાથ બીજી વખત છિંદવાડા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આ ચૂંટણીમાં ત્રણ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે સહિત સાત સાંસદોની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. બધાની નજર ઈન્દોર-1 સીટ પર પણ રહેશે. ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીમાં 31 મંત્રીઓ પણ મેદાનમાં છે.
સુરક્ષા વ્યવસ્થા સઘન: ચૂંટણીને લઈને રાજ્યના દરેક મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી છે. લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે દાવો કર્યો છે. રાજ્યના તમામ 64,626 મતદાન કેન્દ્રોની મતદાનની માહિતી વેબ કાસ્ટિંગ અને સીસીટીવી કેમેરા દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે, આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા 42 હજાર મતદાન કેન્દ્રોમાં વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.