મધ્ય પ્રદેશઃ રાજ્યમાં આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 7 કલાકે શરુ થયેલ મતદાન સાંજના 6 કલાક સુધી ચાલશે. આજે મધ્ય પ્રદેશના 2533 ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો થવાનો છે. સમગ્ર રાજ્યના 5 કરોડ 60 લાખ મતદારો કુલ 64,523 મતદાન કેન્દ્રોમાં મતદાન કરીને મનપસંદ સરકાર ચૂંટશે. કુલ 17 હજાર સંવેદનશીલ મતદાન મથકો છે. જેના પર ચૂંટણી પંચ વેબકાસ્ટિંગથી નિરીક્ષણ કરી રહ્યું છે.
07.39, 17 નવેમ્બર
મીરધાન ગામમાં ફાયરિંગ, ભાગ દોડ મચી ગઈ
મધ્ય પ્રદેશની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠક અને કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના વિધાનસભા ક્ષેત્ર દિમનીમાં બે સ્થાનિક સમુદાયો વચ્ચે ગોળીબાર થયો. જો કે પોલીસ અને પ્રશાસને સ્થિતિ કાબૂમાં લીધી છે. ગોળીબારનું કારણ જાણવા મળ્યું નથી. મીરધાન ગામે થયેલ ગોળીબારથી થોડીક વાર સુધી ભાગદોડ મચી ગઈ હતી. જો કે મતદાન ફરીથી શાંતિપૂર્ણ વાતાવરણમાં સુચારુ રુપે થઈ રહ્યું છે.
07.14, 17 નવેમ્બર
ઈવીએમ ખરાબ થયા
ભિંડના મતદાન કેન્દ્રમાં ઈવીએમ ખરાબ થવાના સમાચાર આવ્યા.
07.00, 17 નવેમ્બર
મતદાન શરુ થયું
મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે મતદાન શરુ થયું. નક્સલ પ્રભાવી ત્રણ બેઠકો પરસવાડા, બૈહર અને લાંજીમાં મતદાન બપોરે ત્રણ કલાકે પૂર્ણ થશે. જ્યારે બાકીની દરેક બેઠકો પર મતદાન સાંજે 7 કલાક સુધી ચાલશે.