ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માધવને 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બનાવ્યો નવો રેકોર્ડ...

અભિનેતા આર માધવનના પુત્ર વેદાંતે 48મી જુનિયર નેશનલ એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં (Junior National Aquatic Championships) આ સિદ્ધિ મેળવી હતી. તેણે 16:01.73 સેકન્ડનો સમય લઈને 2017માં તેની જ ટીમના સાથી અદ્વૈત પેજ દ્વારા બનાવેલો રેકોર્ડ તોડ્યો હતો.

માધવને 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બનાવ્યો નવો રેકોર્ડ...
માધવને 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બનાવ્યો નવો રેકોર્ડ...

By

Published : Jul 18, 2022, 1:21 PM IST

ભુવનેશ્વર: મહારાષ્ટ્રના વેદાંત માધવને (Vedaant Madhavan) જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગ્રૂપ A છોકરાઓની 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. અભિનેતા આર માધવનના પુત્ર વેન્દાતે 16:01.73 સેકન્ડના સમયથી રાજ્યના તેના સાથી ભાગીદાર અદ્વૈત પેજ દ્વારા સ્થાપિત 2017માં બનાવવામાં આવેલ 16:06.43 સેકન્ડના રેકોર્ડને પાછળ રાખી દીધો હતો. વેદાંતે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ (silver and bronze medals) જીતનાર કર્ણાટકના અમોઘ આનંદ વેંકટેશ-16:21.98 સેકન્ડ અને બંગાળના શુબોજિત ગુપ્તા-16:34.06 ને હરાવ્યા.

આ પણ વાંચો:પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો

એપ્રિલમાં પણ વેદાંતે કોપનહેગનમાં ડેનિશ ઓપનમાં પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઇલમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. કર્ણાટકની હર્ષિકા રામચંદ્રને 400 મીટર ફ્રી સ્ટાઇલ ગ્રુપ બે ગર્લ્સ કેટેગરીમાં 4:29.25 સેકન્ડનો સમય કાઢીને નવો મીટ રેકોર્ડ બનાવ્યો. તેણીની રાજ્ય સાથી સ્વિમર રૂજુલા એસ બીજા ક્રમે આવી હતી. હર્ષિકાએ પણ 200 મીટરમાં 2:23.20 સેકન્ડનો સમય કાઢીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેણે ત્રણ વર્ષ પહેલા અપેક્ષા ફર્નાન્ડીઝદ્વારા 2:23.67 થી સેટ કરેલા મીટ રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. મહારાષ્ટ્રની અપેક્ષા ફર્નાન્ડિઝ (Apeksha Fernandes) સતત ચમકતી રહી, તેણે 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં સ્પર્ધાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. કર્ણાટક કુલ 31 મેડલ સાથે આગળ છે. તે પછી મહારાષ્ટ્ર -17 અને તેલંગાણા- 8 અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. અભિનેતા આર માધવને પોતાના પુત્રના વિજયની ખુશી ટ્વિટ કરીને જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details