મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા-ચૂંટણીઓ પછી સરકાર અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ઈન્દોરમાં મહાનગરપાલિકાએ કમ્પ્યુટર બાબાના આશ્રમ પર બુલડોઝર ફેરવી દીધું હતું. કોંગ્રેસ આ કાર્યવાહીને બદલો લેવાનું કૃત્ય ગણાવી રહી છે.કોમ્પ્યુટર બાબાનો જાંબુરી હાપ્સી ગામમાં ગોમટ ગિરી આશ્રમ છે. તેમના પર આરોપ છે કે, તેણે આશ્રમ બનાવવા માટે મોટા ભાગમાં ગેર કાયદેસર કબ્જે કર્યો હતો.આ દબાણને દૂર કરવા રવિવારે સવારે જેસીબી મશીનો સાથે દબાણ દુર કરવામાં આવ્યું હતુ.
ઇન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમ પર ફેરવાયું બુલડોઝર, જાણો કેમ - મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા-ચૂંટણી
મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા-ચૂંટણીઓ બાદ સરકાર અને વહીવટીતંત્ર હરકતમાં આવી છે. ઈન્દોરમાં મહાનગરપાલિકાએ કમ્પ્યુટર બાબાના આશ્રમ પર બુલડોઝર ફેરવી દીધું હતું.

ઇન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમ પર ચલાવ્યું બુલડોઝર, બાબાએ કર્યો હતો કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર
વિધાનસભાની પેટા-ચૂંટણીમાં કમ્પ્યુટર બાબાએ કર્યો હતો કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર
વિધાનસભાની પેટા-ચૂંટણીમાં કમ્પ્યુટર બાબાએ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના મીડિયા વિભાગના ઉપપ્રમુખ અને પ્રવક્તા સૈયદ જાફરનું કહેવું છે કે, કોંગ્રેસ આ કાર્યવાહીની વિરુદ્ધ છે. પરંતુ હાલમાં ભાજપ સરકાર કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોને દબાણ કરવા માટે પેટા ચૂંટણીના પરિણામો પહેલા આ કાર્યવાહી કરી રહી છે.