- લખનઉની ઠાકુરગંજ પોલીસે દુષ્કર્મના આરોપીની કરી ધરપકડ
- દુષ્કર્મનો આરોપી જૈનિક નાગરાજન 2 વર્ષથી ફરાર હતો
- મહિલાએ આરોપી સામે ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
આ પણ વાંચો-મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ
લખનઉઃ રાજધાનીના ઠાકુરગંજ પોલીસે 2 વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. આરોપી ગુજરાતના વડોદરાનો રહેવાસી હતો. આરોપી જૈનિક નાગરાજન સામે મહિલાએ 2 વર્ષ પહેલા ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ કર્યો હતો. ત્યારબાદથી પોલીસે આરોપી યુવકની તપાસ શરૂ કરી હતી. છેવટે 2 વર્ષ બાદ પોલીસે વડોદરાથી આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો-વડોદરાના બિલ્ડરને જમીન જોવા બોલાવીને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરીને લૂંટ ચલાવનારા 2ની ધરપકડ
2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
પ્રભારી નિરીક્ષક ઠાકુરગંજ સુનીલ કુમાર દુબેએ જણાવ્યું હતું કે, 2 વર્ષ પહેલા લખનઉના ઠાકુરગંઝની રહેવાસી મહિલા સાથે ગુજરાતમાં રહેતો આરોપી જૈવિક નાગરાજનને દુષ્કર્મ કર્યું હતું, જેને લઈને લખનઉની ઠાકુરગંજ પોલીસે ઈશ્વરનગર કલ્યાણ નગર તાલુકા વડોદરાથી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, આરોપીને સોમવારે લખનઉ લાવવામાં આવ્યો હતો. ઠાકુરગંજના પ્રભારી નિરીક્ષકે જણાવ્યું હતું કે, આરોપી નાગરાજન છેલ્લા 2 વર્ષથી ફરાર હતો, જેની ઉપર 2 વર્ષ પહેલા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.