નવી દિલ્હી: લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે (Lt Gen Manoj Pande) દેશના નવા આર્મી ચીફ બનશે. કેન્દ્ર સરકારે તેમની નિમણૂકને લીલી ઝંડી આપી દીધી છે. 30 એપ્રિલે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે. મનોજ પાંડે દેશના પહેલા એન્જિનિયર હશે, જેમને આર્મી ચીફની કમાન સોંપવામાં આવશે. વર્તમાન આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે (General MM Naravane) આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે બનશે દેશના આગામી સેના ચીફ
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની (Lt Gen Manoj Pande) નવા આર્મી ચીફ (New Army Chief) તરીકે નિમણૂક કરવામાં આવી છે. મનોજ પાંડે આર્મી ચીફ બનનારા પહેલા એન્જિનિયર છે.
એમએમ નરવણેને સૌથી આગળ : મનોજ મુકુંદ નરવણે પછી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે સેનાના સૌથી વરિષ્ઠ અધિકારી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defence Staff, CDS)ના પદ માટેની સ્પર્ધામાં જનરલ એમએમ નરવણેને સૌથી આગળ માનવામાં આવે છે.
આ પણ વાંચો:Exam Fever 2022: ભારતીય સેનામાં ધોરણ 10 અને 12 માટે સ્ટેનોગ્રાફર સહિત ઘણી પોસ્ટ પર નોકરીઓ
વેસ્ટર્ન થિયેટરમાં એન્જિનિયર બ્રિગેડ:39 વર્ષની તેમની સૈન્ય કારકિર્દીમાં, લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ વેસ્ટર્ન થિયેટરમાં એન્જિનિયર બ્રિગેડ, એલઓસી પર પાયદળ બ્રિગેડ, લદ્દાખ સેક્ટરમાં પર્વતીય વિભાગ અને ઉત્તર-પૂર્વમાં એક કોર્પ્સનું કમાન્ડ કર્યું છે. ઈસ્ટર્ન કમાન્ડનું પદ સંભાળતા પહેલા તેમણે આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફનો હવાલો સંભાળ્યો હતો.