નવી દિલ્હી: LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને રાહત મળી છે કારણ કે, આજે કોમર્શિયલ LPG સિલિન્ડર 19 kgના ભાવમાં ઘટાડો (LPG Price Reduced) કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ (IOC) કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 36 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. જાણો આજે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત કેટલી સસ્તી થઈ ગઈ છે.
આ પણ વાંચો:ભાજપની મોટી જાહેરાત: '2024માં નરેન્દ્ર મોદી ફરીથી બનશે PM પદના ઉમેદવાર'
જાણો શું છે ભાવ:જાણકારી અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 36નો ઘટાડો (LPG Price Reduced) કરવામાં આવ્યો છે. હવે તેની કિંમત પ્રતિ સિલિન્ડર રૂપિયા 1976.50 થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત રૂપિયા 2012.50 પ્રતિ સિલિન્ડર હતી. તે જ સમયે, કોલકાતામાં LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 36.50ના ઘટાડા પછી, તે પ્રતિ સિલિન્ડર રૂપિયા 2095.50 થઈ ગયો છે. પહેલા તેની કિંમત 2132 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. મુંબઈમાં LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 36ના ઘટાડા બાદ તે રૂપિયા 1936.50 પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે, જે પહેલા સિલિન્ડર દીઠ રૂપિયા 1972.50 હતો. ચેન્નાઈમાં LPG સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 36.50ના ઘટાડા બાદ તે રૂપિયા 2141 પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. પહેલા તેની કિંમત રૂપિયા 2177.50 પ્રતિ સિલિન્ડર હતી.