હૈદરાબાદ: નવા વર્ષના (new year 2022) પહેલા (LPG price in january ) દિવસે કોમર્શિયલ સિલિન્ડરના (LPG Gas Cylinder Price) ગ્રાહકોને ભેટ આપવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ LPG સિલિન્ડરના (commercial lpg cylinder) ભાવમાં ઘટાડો કર્યો છે. 14.2 kg ઘરેલું LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 102 રૂપિયાનો ઘટાડો
ઈન્ડિયન ઓઈલ (IOCL) દ્વારા 1 જાન્યુઆરી, 2022ના રોજ, દિલ્હીમાંકોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 102 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 1998.5માં 19 કિલોનો ગેસ સિલિન્ડર મળશે. ચેન્નાઈમાં ગ્રાહકોએ કોમર્શિયલ LPG સિલિન્ડર માટે 2131 રૂપિયા અને મુંબઈમાં 1948.50 રૂપિયા ચૂકવવા પડશે. નવા વર્ષમાં કોલકાતામાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 2076 રૂપિયામાં મળશે.
LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.