નવી દિલ્હીઃ દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને આજે વધુ એક ઝટકો (LPG cylinders price hike) લાગ્યો છે. મોંઘવારી ફરી એકવાર રસોડામાં પડી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ (domestic cylinder price ) કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજ ઠાકરેની મુસીબતોમાં વધારો, હવે બીડ કોર્ટે પણ જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો: નોંધનીય છે કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો (Domestic LPG cylinder increased by Rs 50) હતો, ત્યારબાદ દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર લોકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે. કિંમતમાં વધારા બાદ હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.