નવી દિલ્હી દેશમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે ( LPG cylinder new price on 1 Sep 2022). 1લી સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે (Reduction in commercial gas cylinder prices). જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ ઉપલબ્ધ છે(Commercial Gas Cylinder Prices in India ).
1 સપ્ટેમ્બરથી ભાવમાં બદલાવ 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ખૂણામાં મળશે.