- ભોપાલના કોવિડ સેન્ટરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી
- કોવિડ સેન્ટરમાં સાથે જ કામ કરતા પંખીડાઓ
- હોસ્પિટલના ડોક્ટરને પણ કાળા બજારમાં ઇન્જેક્શન વેંચ્યા હતા
ભોપાલ: પાટનગરના કોવિડ સેન્ટરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ઝલકણ છે, જે કોવિડ સેન્ટરમાં કામ કરે છે. આ સિવાય અહીં કામ કરતી સ્ટાફની એક યુવતી, જે તેની પ્રેમીકા હોવાની માહીતી મળી છે. આ યુવતી તેના પ્રેમીને ઈન્જેકશન આપતી હતી અને તેનો પ્રેમી કાળા બજારી કરીને તેનું વેચાણ કરતો હતો. પોલીસે આ આરોપી ઝલકણને પકડી તેની પુછપરછ કરતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટ રેમડેસિવિર ઇંજેક્શન કૌભાંડ મામલે ગુનેગાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે: રાહુલ ગુપ્તા
ઘણા દર્દીઓએ ચૂનો લગાવ્યો
આપને જણાવી દઇએ કે, ડોક્ટર દ્વારા નર્સને કહેવામાં આવતુ હતુ કે, દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું છે, ત્યારે તે નર્સ દર્દીને સામાન્ય ઈન્જેક્શન આપી રેમડેસીવીર ત્યાં કામ કરતા તેના બોયફ્રેન્ડને કાળા બજારી કરવા આપતી હતી. ઇન્જેક્શનની માંગણી થતા તે સેટિંગ કરીને વેંચતો હતો. આ રીતે, બન્નેએ લગભગ 20000 રૂપિયામાં ઘણા લોકોને ઇંજેકશન વેચ્યા છે. કોરોના વોર્ડને કારણે દર્દીના પરિવારના સભ્યો પણ વોર્ડમાં ન હોય અને તેનો લાભ લઈ નર્સ ઇન્જેક્શન ચોરી કરતી હતી.
આ પણ વાંચો:સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના કાળાબજારનો પર્દાફાશ, 1 લાખ સુધીના ઈન્જેક્શન જપ્ત
ડોક્ટરને પણ બ્લેકમાં ઇન્જેકશન વેંચ્યુ
નર્સ અને નર્સના પ્રેમીએ સાથે મળીને ત્યાંની હોસ્પિટલના ડોક્ટરને પણ કાળા બજારમાં ઇન્જેક્શન વેંચ્યા હતા. જે બાદ, ડોક્ટરે તેમને ઓનલાઇન ચૂકવણી કરી હતી અને તેના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો. આ સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ત્યાંના નર્સિંગ સ્ટાફમાં પણ કરતો હતો અને ઓછા પગારના કારણે વધુ પૈસા કમાવવાના લાલચે તેઓએ આ કામ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીની પ્રેમિકા કે જે, હોસ્પિટલમાં નર્સ છે અને તેની ઓળખ શાલિની વર્મા તરીકે થઈ છે. આરોપીએ તેની ગર્લફ્રેન્ડ સાથે સમગ્ર ઘટનાને અંજામ આપવાની કબૂલાત કરી છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.