ઔરંગાબાદઃબિહારના ઔરંગાબાદ જિલ્લામાંથી એક દર્દનાક ઘટના (lover commit suicide with his 6 friend) સામે આવી છે. અહીં 6 છોકરીઓએ એકસાથે ઝેર ખાધું હતું, જેમાંથી 3 છોકરીઓના મોત (Three Teenagers Died After Consuming Poison) થયા છે અને 3 છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો:ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ
પ્રેમિકા અને તેની 6 બહેનપણીઓએ ખાધું ઝેરઃ ઔરંગાબાદ જિલ્લાના કસ્મા વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે 6 બહેનપણીઓએ એકસાથે ઝેર ખાઈ લીધું (Teenagers Died After Consuming Poison) હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે કે, તમામ 6 છોકરીઓ મિત્રો હતી. આ પૈકી એક યુવતીને તેના જ સંબંધી સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પરંતુ, છોકરાએ લગ્ન કરવાનો ઇનકાર (Lover refused to marry) કર્યો, તેથી પહેલા તે છોકરીએ ઝેર ખાધું અને બાદમાં તેના 5 મિત્રોએ પણ ઝેર ખાધું. 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3ને ગંભીર હાલતમાં મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેમની સારવાર કરી રહેલા તબીબોના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકીઓની હાલત ચિંતાજનક છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.