યમુનાનગરઃ હરિયાણાના યમુનાનગર જિલ્લામાં રહેતી એક મહિલાએ તેના પતિ પર લવ જેહાદ (Haryana Love Jihad)ના નામે તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાએ યમુનાનગર (love jihad in yamunanagar)એસપીને મળીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહિલાના કહેવા પ્રમાણે, 12 વર્ષ પહેલા એક મુસ્લિમ યુવકે તેનો ધર્મ છુપાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેના પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. તેને ધમકી આપવામાં આવી હતી કે, જો તે પોતાનો ધર્મ નહીં બદલે તો તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવશે. પીડિત મહિલાનો (love jihad with Yamunanagar woman) આરોપ છે કે, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જાણો શું છે કથિત લવ જેહાદની આખી કહાણી - પીડિત હોવાનો દાવો કરનારી મહિલા બિલાસપુરની રહેવાસી છે. મહિલાના પ્રથમ લગ્ન 2006માં થયા હતા. બાદમાં તેના પહેલા પતિનું અવસાન થયું. મહિલાને તેના પહેલા લગ્નથી એક પુત્ર છે. પહેલા પતિના અવસાન બાદ તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ એક સ્કૂલમાં કામ કરવાનું શરૂ કર્યું. 2011માં, તેણીએ તે જ સ્કૂલ બસના ડ્રાઇવર સાથે અફેર શરૂ કર્યું જેમાં તે કામ કરતી હતી. થોડા સમય સુધી પ્રેમસંબંધ રહ્યા બાદ 2012માં બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. મહિલાનો આરોપ છે કે, લગ્ન સમયે યુવકે તેનું નામ અમન રાણા જણાવ્યું હતું. લગ્ન બાદ બંને ભાડા પર રહેવા લાગ્યા.
આ પણ વાંચો:માનવતા હજી મરી નથી : રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌ કોઇને ચોકાવી દિધા