ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીમાં કૉંગ્રેસની સરકાર બનશે ત્યારે વીજળીના બિલ દ્વારા થતી 'લૂંટ'નો અંત આવશેઃ પ્રિયંકા ગાંધી - વીજળીના બિલોની "લૂંટ"

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રાએ શનિવારે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશના લોકો ભાજપ શાસિત રાજ્યમાં વીજળીના બિલોની "લૂંટ" ('Loot' through electricity bills) હેઠળ પીડાઈ રહ્યા છે.

યુપીમાં કૉંગ્રેસની સરકાર બનશે ત્યારે વીજળીના બિલ દ્વારા થતી 'લૂંટ'નો અંત આવશેઃ પ્રિયંકા ગાંધી
યુપીમાં કૉંગ્રેસની સરકાર બનશે ત્યારે વીજળીના બિલ દ્વારા થતી 'લૂંટ'નો અંત આવશેઃ પ્રિયંકા ગાંધી

By

Published : Oct 30, 2021, 12:13 PM IST

  • વીજળીના બિલ દ્વારા થતી 'લૂંટ'નો અંત આવશેઃ પ્રિયંકા ગાંધી
  • શ્રમિકને 19 કરોડથી વધુના વીજળી બિલની નોટિસ
  • બિલો અને સ્માર્ટ મીટરની લૂંટને કારણે રાજ્યના સામાન્ય લોકો પરેશાન

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રાએ શનિવારે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશના લોકો ભાજપ શાસિત રાજ્યમાં વીજળીના બિલોની "લૂંટ" ('Loot' through electricity bills) હેઠળ પીડાઈ રહ્યા છે અને કહ્યું કે જ્યારે તેમની પાર્ટી સત્તામાં આવશે ત્યારે આ પીડા સમાપ્ત થઈ જશે.

શ્રમિકને 19 કરોડથી વધુના વીજળી બિલની નોટિસ

કોંગ્રેસના મહાસચિવે એક મીડિયા રિપોર્ટને પણ ટેગ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વીજળી વિભાગે એક શ્રમિકને 19 કરોડથી વધુના વીજળી બિલની નોટિસ આપી છે. "ભાજપના શાસનમાં વીજળીના બિલો અને સ્માર્ટ મીટરની લૂંટને કારણે રાજ્યના સામાન્ય લોકો પરેશાન છે," તેણીએ હિન્દીમાં એક ટ્વિટમાં કહ્યું.

આ પણ વાંચો:કેવો દેશ બનાવી રહ્યા છે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન? મૃતકોની મુલાકાત સમયે પ્રિયંકા ગાંધીએ ઠાલવી વેદના

વીજળીના બિલોની આ "લૂંટ"નો અંત આવશે: પ્રિયંકા ગાંધી

"વીજળી વિભાગે રોજીરોટી કમાવવા માટે સખત મહેનત કરતા પરિવારને 19 કરોડ 19 લાખ રૂપિયાના વીજળી બિલની નોટિસ આપી". જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે ત્યારે વીજળીના બિલોની આ "લૂંટ"નો અંત આવશે, એમ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:હું જ્યાં પણ જાઉં છું, તેઓ મને અટકાવે છે: લખનઉથી આગ્રા જતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી

ABOUT THE AUTHOR

...view details