ચંદીગઢ : પંજાબ પોલીસે ભાગેડુ ખાલિસ્તાન સમર્થક 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) અને બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, પોલીસ મહાનિરીક્ષક (મુખ્યાલય), પંજાબ સુખચૈન સિંહ ગિલે કહ્યું કે, ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. આઈજીપીએ કહ્યું કે, અમે તેને પકડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સુખચૈન સિંહ ગિલે કહ્યું કે, અમને અન્ય રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ : પંજાબ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે, અમૃતપાલ સિંહ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) અને બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કરવામાં આવ્યા છે, જે હજુ પણ ફરાર છે. સરકરે કહ્યું છે કે પંજાબ પોલીસ તમામ એજન્સીઓની મદદથી તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબ પોલીસે મંગળવારે ભાગેડુ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની અનેક તસવીરો જાહેર કરી હતી. પંજાબના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) સુખચૈન સિંહે કહ્યું કે, અમૃતપાલ સિંહની અલગ-અલગ પોશાકમાં ઘણી તસવીરો છે.
આ પણ વાંચો :Amritpal Singh: હાઈકોર્ટ પંજાબ સરકારને લગાવી ફટકાર, કહ્યું - 80 હજાર પોલીસકર્મી શું કરી રહ્યા હતા ?