ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર: LJPના એકમાત્ર ધારાસભ્ય JDUમાં જોડાયા, ચિરાગ પર લગાવ્યો આ આરોપ

JDUમાં જોડા્યા બાદ રાજકુમારસિંહે કહ્યું કે, "નીતીશ કુમારની નીતિઓથી પ્રભાવિત થયા પછી હું JDUમાં આવ્યો છું. હું અગાઉ NDAનો ભાગ પણ હતો. પરંતુ LJPની નીતિ બહુ સ્પષ્ટ નહોતી. મારી વિચારધારા NDAની વિચારધારા સાથે મેળ ખાય છે, તેથી જેડીયુમાં આવ્યો છુ."

Nitish kumar
Nitish kumar

By

Published : Apr 7, 2021, 1:23 PM IST

  • ચિરાગ પાસવાનને બિહારમાં એક આંચકો લાગ્યો
  • રાજકુમારસિંહ નીતીશની પાર્ટી JDUમાં જોડાયો
  • ચિરાગ પાસવાન પર અવગણના કરવાનો પણ આરોપ લગાવ્યો

પટના: ચિરાગ પાસવાનને બિહારમાં એક આંચકો લાગ્યો છે. LJPના એકમાત્ર ધારાસભ્ય રાજકુમારસિંહે છાવણી બદલી નાખી છે. હવે તે નીતીશની પાર્ટી JDUમાં જોડાયો છે. નીતીશની હાજરીમાં તે JDUમાં જોડાયો. આટલું જ નહીં, તેણે ચિરાગ પાસવાન પર અવગણના કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

બિહાર

આ પણ વાંચો :કટીહારમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત

મારી વિચારધારા NDAની વિચારધારા સાથે મેળ ખાય છે, તેથી JDUમાં આવ્યો: રાજકુમારસિંહ

JDUમાં શામેલ થયા પછી રાજકુમારસિંહે કહ્યું કે "નીતીશ કુમારની નીતિઓથી પ્રભાવિત થયા પછી હું JDUમાં આવ્યો છું." હું અગાઉ NDAનો ભાગ પણ હતો. પરંતુ LJPની નીતિઓ બહુ સ્પષ્ટ નહોતી. મારી વિચારધારા NDAની વિચારધારા સાથે મેળ ખાય છે, તેથી JDUમાં આવ્યો છું."

આ પણ વાંચો :વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે 'બિહાર દિવસ' પર આપી શુભેચ્છા

મુખ્યપ્રધાન નીતીશ કુમાર મારા આદર્શ છે: રાજકુમારસિંહ

રાજકુમારસિંહે વધુમાં જણાવ્યું કે, "ચિરાગ પાસવાન સાથે મારે ક્યારેય લગાવ નથી રહ્યો. મુખ્યપ્રધાન નીતીશ કુમાર મારા આદર્શ છે. ચિરાગ પાસવાન મુખ્યપ્રધાન વિશે જે કહે છે તે તેમની વિચારસરણી હોઈ શકે છે, મારી નહી. LJPની વિધાનસભાની ચૂંટણી જીતવાની કોઈ યોજના નહોતી અને મારા અને ચિરાગ પાસવાન વચ્ચે સૈદ્ધાંતિક તફાવત એટલા માટે હતા કે મેં જીતવા માટે લડ્યા હતા. હું LJPમાં હતો પણ હાલ સુધીમાં તે મને પોતાનો નથી માનતો." રાજકુમારસિંહે વધુમાં કહ્યું કે મેં ખુલાસો માગ્યો હતો અને આજે LJP માટે આ મારો ખુલાસો છે. મુખ્યપ્રધાને કહ્યું કે, વિકાસ માટે હું હંમેશા તમારી સાથે છું.

રાજકુમારજી મારા શાળાના સમયના મિત્ર રહ્યા છે: અશોક ચૌધરી

બીજી તરફ, JDUમાં રાજકુમાર સિંહની ભાગીદારી અંગે, બિહાર સરકારના પ્રધાન અશોક ચૌધરીએ કહ્યું કે "રાજકુમારજી મારા શાળાના સમયના મિત્ર રહ્યા છે." અમે સાથે મેટ્રિક કર્યું છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમનું વ્યક્તિત્વ સારું છે, જ્યારે તેઓ 2015માં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે પણ તેમણે ટિકિટ માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટિકિટ આપી શક્યા ન હતા. ''

ABOUT THE AUTHOR

...view details