નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે દિલ્હી અને પંજાબમાં બેઠક ફાળવણી મુદ્દે કૉંગ્રેસ અને આપ વચ્ચેની બેઠકોમાં કોઈ નક્કર પરિણામ આવતું નથી. સોમવારે મુકુલ વાસનિક, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશ સહિત પાંચ સભ્યોવાળી સમિતિની ઈન્ડિયા ગઠબંધન સાથે બેઠક ફાળવણી મુદ્દે વાતચીત શરુ થઈ હતી.
પ્રધાન આતિશી માર્લેના, સૌરભ ભારદ્વાજ અને વરિષ્ઠ નેતા સંદીપ પાઠક દ્વારા આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. બેઠક ફાળવણીની વાતચીત દરમિયા કૉંગ્રેસ ઈન્ડિયા ગઠબંધન મજબૂત બને તેવી બેઠક ફાળવણી ઈચ્છી રહી છે. જો કે અરવિંદ કેજરીવાલ આણી પાર્ટી દ્વારા દિલ્હી અને પંજાબમાં બેઠક ફાળવણીમાં કૉંગ્રેસની વાત માનવા તૈયાર નથી.
બંને રાજ્યોમાં કૉંગ્રેસને લાગે છે કે આપ તેના પરંપરાગત વોટ શેર ઘટાડી રહી છે અને સંબંધિત રાજ્ય સરકારો સૌથી જૂની પાર્ટીના નેતાઓને નિશાન બનાવી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે બેઠક ફાળવણી પર ચર્ચાનું કોઈ નક્કર પરિણામ આવી નથી રહ્યું. જેના કારણમાં પંજાબમાં નિયુક્ત એઆઈસીસી પ્રભારી દેવેન્દ્ર યાદવ 9થી 12 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ રાજ્યના નેતાઓ, 8 સીટીંગ સાંસદો અને લોકસભા ટિકિટ ઈચ્છતા ઉમેદવારો સાથે વિસ્તૃત ફિડબેક બેઠક આયોજિત કરવાના છે તે મનાઈ રહ્યું છે.
પંજાબ પ્રભારી એઆઈસીસી સચિવ ચેતન ચૌહાણે ઈટીવી ભારતને જણાવ્યું કે સંસદીય ચૂંટણી માટે સંગઠનાત્મક તાકાત અને તૈયારીઓનું આકલન કરવા માટે રાજ્યના વરિષ્ઠ નેતાઓ, પૂર્વ લોકસભા સભ્યો, સીટીંગ લોકસભા સભ્યો, પૂર્વ ધારાસભ્યો, સીટીંગ ધારાસભ્યો, બ્લોક અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, રાજ્ય કાર્યકારી સમિતિના સભ્યો, કાર્યકર્તાઓ અને દરેક ફ્રંટના સંગઠનો સાથે વિસ્તૃત બેઠકો કરવામાં આવશે.
દિલ્હીમાં પણ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સંગઠનાત્મક તાકાત અને તૈયારીઓના આકલન માટે આ જ રીતની બેઠકો રાજ્ય પ્રમુખ અરવિંદર સિંહ લવલી દ્વારા કરવામાં આવી છે. લવલીએ જણાવ્યું કે અમે પાર્ટીને પુનઃર્જીવીત કરવા માટે બૂથ સ્તરીય કાર્યકર્તાઓના રજિસ્ટ્રેશનનું અભિયાન ચલાવ્યું છે. અમારી લોકસભા સમીક્ષા પૂર્ણ થઈ છે. પંજાબમાં 13 અને દિલ્હીમાં 7 લોકસભા બેઠક છે.
વર્ષ 2019માં કૉંગ્રેસ પાર્ટીએ પંજાબમાં 8 લોકસભા બેઠક જીતી હતી. ભાજપે 2, શિઅદે 2 અને આપે 1 બેઠક જીતી હતી. તેથી કૉંગ્રેસ નેતા રાજ્ય વિધાનસભામાં આપના બહુમતને જોતા વધુ તો નહિ પરંતુ 8 બેઠકો માટે દબાણ કરી શકે છે. દિલ્હીમાં વર્ષ 2019માં ભાજપે 7 બેઠકો પર જીત મેળવી હતી. કૉંગ્રેસ 4 બેઠકો સાથે બીજા નંબર પર રહી હતી. તેથી કેટલાક સ્થાયી નેતા ઓછામાં ઓછી 4 બેઠકો માટે દબાણ કરી રહ્યા છે. જ્યારે આપ રાજ્ય વિધાનસભામાં ક્ષેત્રીય પાર્ટીના બહુમતનો હવાલો આપીને 3 બેઠકો આપવા તૈયાર છે. જ્યાં કૉંગ્રેસનું કોઈ પ્રતિનિધિત્વ નથી.
26મી ડિસેમ્બરે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવા માટે દરેક વરિષ્ઠ રાજ્ય અને કેન્દ્રીય નેતાઓ સાથે પંજાબમાં રાજકીય સ્થિતિની સમીક્ષા કરી હતી. એઆઈસીસી પદાધિકારી ચૌહાણે કહ્યું કે જૂઓ આપ સાથે બેઠક ફાળવણી પર છેલ્લો ફેંસલો હેડઓફિસ જ કરશે. અમારે સ્થાનિક નેતાઓની લાગણીઓથી તેઓ સુપેરે પરિચીત છે. જો કે ગઠબંધની આલાકમાન જે પણ નિર્ણય લેશે તેનું પાલન અમે કરીશું. અમે ભાજપને હરાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ.
- એક સાથે 146 સાંસદોના સસ્પેન્શનને લઈ અમદાવાદ કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું
- INDIA bloc : 'ઈન્ડિયા બ્લોક' લોકસભા ચૂંટણીમાં 400 બેઠક પર ભાજપને આપશે ટક્કર