- લોકસભાના સ્પિકર ઓમ બિરલા કોરોના પોઝિટિવ
- ઓમ બિરલાને AIIMSમાં દાખલ કરાયા
- તમામ રિપોર્ટ નોર્મલ, હાલત સ્થિર
નવી દિલ્હી : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની હાલત સ્થિર છે. લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બિરલાએ સાંસદની કાર્યવાહીમાં જોડાયેલા હતા.
લોકસભાના સ્પિકર ઓમ બિરલા કોરોના પોઝિટિવ આ પણ વાંચો -ઓમ બિરલા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMC સહિત બધા દળોએ આપ્યું સમર્થન
દિલ્હી AIIMS દ્વારા રવિવારના રોજ આપવામાં આવેલા નિવેદન મુજબ સંસદના માનનીય સભ્ય અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 19 માર્ચના રોજ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. પોઝિટિવ આવ્યાના એક દિવસ બાદ તેમને AIIMS કોવિડ કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન માટે ભરતી કરવામાં આવ્યા છે. AIIMSની મીડિયા અને પ્રોટોકોલ વિંગની અધ્યક્ષ આરતી વિજના જણાવ્યા મુજબ તેમની હાલત સ્થિર છે, અને તેમના તમામ રિપોર્ટ પણ નોર્મલ છે.
AIIMSની મીડિયા અને પ્રોટોકોલ વિંગની અધ્યક્ષ આરતી વિજના જણાવ્યા મુજબ તેમની હાલત સ્થિર છે આ પણ વાંચો -17મી લોકસભાના સ્પીકર ઓમ બિરલા, અનોખુ ગુજરાત કનેક્શન...