- સંસદ ટીવી નામની નવી ચેનલ અસ્તિત્વમાં આવી
- કેન્દ્ર સરકારે કરી જાહેરાત
- લોકસભા ચેનલ અને રાજ્યસભા ચેનલોને મર્જ કરી દેવાઈ
નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભાની અલગ અલગ ચાલતી ટીવી ચેનલોને એક ચેનલ- સંસદ ટેલિવિઝનમાં ભેળળી દેવામાં આવી છે. મંગળવારે સરકારે કહ્યું કે બે સંસદ ચેનલો લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મર્જ કરી દેવામાં આવી છે. જેને હવે સંસદ ટીવી તરીકેની ઓળખ આપવામાં આવી છે. આ સાથે સરકારે એમ પણ કહ્યું હતું કે નિવૃત્ત આઈ.એ.એસ.અધિકારી રવિ કપૂરને સંસદ ટીવીના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે એક વર્ષના સમયગાળા માટે અથવા પછીના જે પણ આદેશો છે ત્યાં સુધી નિયુક્ત કરવામાં આવ્યા છે.