મુંબઈ:રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (National Congress Party) વડા શરદ પવારે (Party President Sharad Pawar) 2024ની લોકસભા ચૂંટણી(Lokshabha Election) માટે વિરોધ પક્ષોની એકતાની હિમાયત(calls for united opposition) કરી છે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ કોમન મિનિમમ પ્રોગ્રામ(Comman Minimum Programe) હેઠળ એકસાથે ચૂંટણી લડવા પર વિચાર કરી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે દિવસ પહેલા પણ તેમણે કહ્યું હતું કે બિન-ભાજપ પક્ષોને એક કરવા માટે રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે.
ખોટા વચનોઃસોમવારે થાણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે તેમની સરકારે 2014 થી લઈને આજસુધી એક પણ વચન પૂરું કર્યું નથી, જેમાં 'અચ્છે દિન' લાવવા, ગામડાઓને ઇન્ટરનેટ દ્વારા જોડવા અને દરેક ઘરમાં શૌચાલય, પાણી અને વીજળી પૂરી પાડવાનો સમાવેશ થાય છે. પવારે કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય માત્ર નાની પાર્ટીઓને સત્તા પરથી હટાવવાનો છે. તેમણે કહ્યું, "રાષ્ટ્રીય સ્તરે બિન-ભાજપ પક્ષોને એકસાથે લાવવા અને ભાજપ વિરુદ્ધ જનમત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."
આ પણ વાંચોઃસોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર