ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Loksabha Polls 2024 : મમતા ઉવાચ્, ભાજપ આ વર્ષે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજી શકે છે, કારણ કે... - મમતા ઉવાચ્

લોકસભા ચૂંટણી 2024 ને લઇ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનું મોટું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ આ વર્ષે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કંઈ પણ કરી શકે છે.

Loksabha Polls 2024 : મમતા ઉવાચ્, ભાજપ આ વર્ષે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજી શકે છે, કારણ કે...
Loksabha Polls 2024 : મમતા ઉવાચ્, ભાજપ આ વર્ષે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજી શકે છે, કારણ કે...

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 9:21 PM IST

કોલકાતા : કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વર્ષે ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી યોજી શકે છે. મમતાએ તે માટેનું કારણ આપતાં દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પ્રચાર માટે પહેલાંથી જ તમામ હેલિકોપ્ટર બુક કરી લીધા છે. મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના યુવા એકમની રેલીને સંબોધિત કરી રહ્યા હતાં ત્યારે આ વાત કહી હતી. મમતાએ ચેતવણી આપી હતી કે જો ભાજપ કેન્દ્રમાં સતત ત્રીજી વખત સત્તા મેળવશે, તો દેશને નિરંકુશ શાસનનો સામનો કરવો પડશે.

હેલિકોપ્ટર પહેલેથી જ બુક કરી લીધા :તેમણે પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે ફટાકડા કારખાનાઓમાં થયેલા વિસ્ફોટો માટે ' ગેરકાયદે પ્રવૃત્તિઓ ' સાથે સંકળાયેલા કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે આ ' કેટલાક પોલીસકર્મીઓની મદદથી ' થઈ રહ્યું છે. મમતાએ દાવો કર્યો હતો કે ભાજપે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 'બધા હેલિકોપ્ટર પહેલેથી જ બુક કરી લીધા છે જેથી અન્ય રાજકીય પક્ષો તેનો પ્રચાર માટે ઉપયોગ ન કરી શકે.

જો ભાજપ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર આવે છે, તો દેશને નિરંકુશ શાસનનો સામનો કરવો પડશે. મને આશંકા છે કે તેઓ (ભાજપ) ડિસેમ્બર 2023માં જ લોકસભાની ચૂંટણી યોજી શકે છે. ભાજપે આપણા દેશને પહેલાથી જ સાંપ્રદાયિક કડવાશના દેશમાં ફેરવી દીધો છે. જો તેઓ સત્તામાં પાછા ફરશે તો તે આપણા દેશને નફરતનો દેશ બનાવી દેશે...મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન)

ડાબેરી મોરચા પર નિશાન :પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે બંગાળમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ના ત્રણ દાયકાના શાસનનો અંત આણ્યો છે અને હવે તે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. ટીએમસી સુપ્રીમોએ ડાબેરી મોરચાને પણ છોડ્યા ન હતા જેઓ હજુ પણ રાજ્યના શાસક પક્ષની વિરુદ્ધ છે.

ધરપકડ કરવા સૂચના : જાદવપુર યુનિવર્સિટીમાં 'ગોલી મારો' ના નારા લગાવનારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ભાજપના કાર્યકરો પર પ્રહાર કરતા મમતાએ કહ્યું કે તેમણે પોલીસને યુનિવર્સિટીમાં નફરતના નારા લગાવનારાઓની ધરપકડ કરવા સૂચના આપી છે. આવા નારા લગાવનારાઓએ ભૂલવું ન જોઈએ કે આ બંગાળ છે; આ ઉત્તર પ્રદેશ નથી.

  1. Maharashtra Politcs : રાઉતે કહ્યું- 2024ની ચૂંટણી એકસાથે લડશે વિપક્ષ, રાહુલ ગાંધી મમતા અને ઉદ્ધવને મળશે
  2. ગુજરાતમાં મમતા દીદીના પોસ્ટર્સ, સુરતના બંગાળીઓએ કહ્યું - જો તેઓ ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે
  3. New Delhi: મહિલા અત્યાચારમાં રાજસ્થાન નંબર 1, મમતા બેનર્જીમાં 'મમતા'નો અભાવ- અનુરાગ ઠાકુર

ABOUT THE AUTHOR

...view details