- મહારાષ્ટ્રમાં ફરીથી લંબાવાયુ લોકડાઉન
- 1લી જૂન સુધી લોકડાઉન રહેશે અમલમાં
- માત્ર આવશ્યક સેવાઓને મળશે છૂટ-છાટ
મુંબઈઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 1 જૂન સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન અમલમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને ફરીથી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન રાજ્ય પહેલાની જેમ જ માત્ર આવશ્યક સેવાઓ માટે જ છૂટ મળશે. આ અગાઉ લાદવામાં આવેલા પ્રતિબંધો પણ રહેશે.
આ પણ વાંચોઃ કોરોના અંગેની કામગીરી અંગે વડાપ્રધાન મોદીએ કરી ઉદ્ધવ સરકારની સરાહના
માલ-પરિવહકની ગાડીઓમાં ડ્રાઈવર અને ક્લિનરને જ મંજૂરી
માલ-પરિવહકની ગાડીઓમાં ડ્રાઈવર અને ક્લિનર સિવાયના ત્રીજા વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે નહીં અને જો આવા વાહનો રાજ્યની બહારથી પણ પ્રવેશ કરે છે, તો ડ્રાઇવર અને ક્લીનરને પણ નેગેટિવ કોરોના રિપોર્ટ સાથે આવવું પડશે અને મહત્તમ 7 દિવસ સુધી રાજ્યમાં જ રહેવું પડશે. જો 7 દિવસથી વધારે રહેશે તો ક્વોરન્ટાઇન કરવામાં આવશે.