- રાજસ્થાન સરકારે લૉકડાઉન લંબાવીને 8 જૂન સુધી કર્યું
- રાજ્યમાં 30 જૂન સુધી લગ્નપ્રસંગ પર લગાવાયો પ્રતિબંધ
- ગૃહ વિભાગે લૉકડાઉનની સાથે નવી ગાઈડલાઈન જાહેર કરી
જયપુરઃ રાજસ્થાનમાં 24 મેથી 8 જૂન સુધી ત્રણ સ્તરનું લૉકડાઉન રહેશે. ગૃહ વિભાગે આ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ત્રણ સ્તરના લૉકડાઉન અંતર્ગત વોર્ડ, ગ્રામ, શહેર અને રાજ્ય સ્તર પર સામાજિક વ્યવહારમાં કોવિડ પ્રોટોકોલમાં ફેરફાર કરવાની અપેક્ષા કરવામાં આવી છે.
આ પણ વાંચો- હરિયાણામાં નિયંત્રણો સાથે એક સપ્તાહ માટે લોકડાઉન વધારવામાં આવ્યું
ત્રિ-સ્તરીય લૉકડાઉન
પ્રથમ સ્તર પર પારિવારિક જવાબદારી સમજતા લોકોને કેટલાક સમય માટે બહારના વ્યક્તિઓના ઘરમાં પ્રવેશ રોકવો પડશે. અતિઆવશ્યક હોય તો જ ખૂલ્લા સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ સાથે મળવું પડશે, જેથી પરિવારના વડીલ, બાળકો અને અન્ય લોકો સુરક્ષિત રહે. બીજા સ્તરમાં ગામ અને શેરીમાં એવી ગતિવિધિઓ પર પ્રતિબંધ રાખવો પડશે, જેમાં સંક્રમણ ફેલાવાની આશંકા રહે છે. ત્યાં એ સુનિશ્ચિક કરવું પડશે કે, કોઈ પણ સ્થળ પર 5થી વધારે લોકો એકત્રિત ન થાય. જ્યારે ત્રીજા સ્તર પર મેડિકલ ઈમરજન્સી અને અનુમત શ્રેણી ઉપરાંત એક શહેરથી બીજા શહેર, શહેરથી ગામ, ગામથી શહેર અને ગામથી બીજા ગામમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવું પડશે. ગ્રામ સ્તરીય દેખરેખ સમિતિઓને આમાં વિશેષ ભૂમિકા નિભાવવી પડશે.
આ પણ વાંચો-દિલ્હીમાં વધુ એક અઠવાડિયા માટે લંબાયું લોકડાઉન, 31મે સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહેશે
લગ્નપ્રસંગના કારણે કોરોનાના કેસ વધે છેઃ અશોક ગેહલોત
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આથી 30 જૂન સુધી તમામ લગ્ન પ્રસંગ પર પ્રતિબંધ લગાવાયો છે. લૉકડાઉનથી કેટલીક તકલીફ પડી, પરંતુ સંક્રમણ ફેલાવવાની વર્તમાન સ્થિતિઓમાં રાજ્યના લોકોની જીવન રક્ષા માટે પ્રતિબંધ લગાવવું જરૂરી છે.