- મુખ્યપ્રધાન નીતીશ કુમારે કરી ટ્વીટ
- 15 મે સુધી લોકડાઉનની જાહેરાત
- કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી
પટના: બિહારમાં 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેનો અમલ 4 એપ્રિલથી થયો છે. આ અંગેની માહિતી મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વીટ કરી છે. જોકે માર્ગદર્શિકા અંગે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.
મુખ્યપ્રધાન નીતીશ કુમારે કર્યું ટ્વીટ
નીતીશ કુમારે ટ્વિટ કરીને લખ્યું છે કે,ગઈ કાલે સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હાલના 15 મે 2021 સુધીમાં બિહારમાં લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની વિગતવાર માર્ગદર્શિકા અને અન્ય પ્રવૃત્તિઓના સંબંધમાં આજે કટોકટી વ્યવસ્થાપન જૂથને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ સોમવારે દુકાનો ખુલતા તંત્ર દ્વારા બંધ કરાવાઈ, વેપારીઓમાં રોષ