- જોખમને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગૂ કરનાર દિલ્હી પ્રથમ રાજ્ય હતું
- એપ્રિલમાં જ્યારે દેશમાં બીજી કોરોનાની લહેર આવી
- શિસ્તતા અને સંઘર્ષને કારણે કોરોનાની ખતરનાક લહેર આજે નબળી પડી હોય તેવું લાગે છે
ન્યુ દિલ્હી: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, એપ્રિલમાં જ્યારે દેશમાં બીજી કોરોનાની લહેર આવી. તે પછી જોખમને ધ્યાનમાં રાખીને લોકડાઉન લાગૂ કરનાર દિલ્હી પ્રથમ રાજ્ય હતું. તે સમયે કેસ ઝડપથી વધી રહ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે, કેટલા દિવસો આવું ચાલશે તેની ખબર ન હતી અને આપણે તેને જીતી શકીશું કે નહીં.
આ પણ વાંચોઃદિલ્હીમાં કેજરીવાલ સરકારે એક અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવ્યું
20 એપ્રિલના રોજ અમે લોકડાઉન લગાવ્યું હતું
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 20 એપ્રિલના રોજ અમે લોકડાઉન લગાવ્યું હતું અને લગભગ 1 મહિનાની અંદર દિલ્હીના લોકોની શિસ્તતા અને સંઘર્ષને કારણે કોરોનાની ખતરનાક લહેર આજે નબળી પડી હોય તેવું લાગે છે. હું એમ નહીં કહીશ કે આપણે યુદ્ધમાં વિજય મેળવ્યો છે, હજી ઘણું કામ બાકી છે. પરંતુ હવે આપણે તેને કાબૂમાં આવતા જોઈ રહ્યા છીએ
100 લોકોની ટેસ્ટિંગમાં બે-ત્રણ લોકો પોઝિટિવ અને 97થી વધુ લોકો નેગેટિવ જોવા મળી રહ્યા છે
મુખ્યપ્રધાને કહ્યું કે એપ્રિલ મહિનામાં 1 દિવસ એવો આવ્યો જ્યારે સંક્રમણ દર 36ટકા સુધી પહોંચી ગયો હતો. એટલે કે, દર 100માં 36 લોકો પોઝિટિવ જોવા મળ્યા. પરંતુ જો તમે છેલ્લા 24 કલાકના ડેટાને જુઓ, તો સંક્રમણ દર અઢી ટકાથી નીચે આવી ગયો છે. એટલે કે, 100 લોકોની ટેસ્ટિંગમાં બે-ત્રણ લોકો પોઝિટિવ અને 97થી વધુ લોકો નેગેટિવ જોવા મળી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 1600 જેટલા કેસ સામે આવ્યા છે
એ જ રીતે, દરરોજ આવતા ડેટા વિશે માહિતી આપતા મુખ્યપ્રધાને કહ્યું કે, એપ્રિલ મહિનામાં તે 1 દિવસ એવો હતો, જ્યારે 28 હજાર કેસ આવ્યા હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં 1600 જેટલા કેસ સામે આવ્યા છે. એટલે કે, દિલ્હીમાં કોરોનામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ હતી અને 2 કરોડ દિલ્હીવાસીઓએ મળીને સામનો કર્યો હતો.