- તેલંગાણામાં 9 જૂન સુધી લોકડાઉન લંબાવાયું
- સોમવાર(31 મે)ના રોજથી તેલંગાણા રાજ્યમાં લાગુ લોકડાઉન આગામી 10 દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય
- હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કે. ચંદ્રશેખર રાવને ટ્વીટમાં લોકડાઉન ન લંબાવવાની વિનંતી કરી
હૈદરાબાદ : કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને તેલંગાણા રાજ્યમાં 9 જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. તેલંગણાની કેબીનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન દરરોજ સવારે 6 કલાકથી બપોરે 1 કલાક સુધી તમામ પ્રવૃત્તિઓ માટે છૂટ મળશે.
આ પણ વાંચો -તેલંગાણામાં 30 મે સુધી લંબાવાયું લોકડાઉન
તેલંગાણા રાજ્યમાં લાગુ લોકડાઉન આગામી 10 દિવસ સુધી ચાલુ રહેશે
તેલંગાણા રાજ્યમાં કોરોના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેબિનેટે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવના કાર્યાલયથી જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર કેબિનેટે સોમવાર(31 મે)ના રોજથી તેલંગાણા રાજ્યમાં લાગુ લોકડાઉન આગામી 10 દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો -તેલંગણામાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ
કોરોના સંક્રમણ ઘટાડવા માટે લાંબા ગાળાનું સમાધાન છે કોરોના રસીકરણ - અસદુદ્દીન ઓવૈસી
તેલંગાણા કેબિનેટની બેઠક પૂર્વે AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાવને ટ્વીટમાં લોકડાઉન ન લંબાવવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવાની વ્યૂહરચના અને કોરોના સંક્રમણ ઘટાડવા માટે લાંબા ગાળાનું સમાધાન છે કોરોના રસીકરણ. તેલંગાણામાં 12 મેના રોજ લોકડાઉનની જાહેરાત થાય તે પહેલાં કોરોના સંક્રમણના કેસ ઓછા થવા લાગ્યા છે.