ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LNJP હોસ્પિટલે પી.જી.ના 3જા વર્ષના વિદ્યાર્થીઓની મુદત 6 મહિના લંબાવી

દિલ્હીમાં કોરોના મહામારી ખૂબ નુકસાન પહોંચાડી રહ્યો છે. આ જોતાં, દિલ્હીની કોવિડ હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશે પીજી થર્ડ યરના વિદ્યાર્થીઓની મુદત 6 મહિના માટે લંબાવી છે, જે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સમાપ્ત થઈ રહી છે.

LNJP હોસ્પિટલ
LNJP હોસ્પિટલ

By

Published : Apr 25, 2021, 1:15 PM IST

  • દિલ્હીના હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો
  • પીજી થર્ડ યરના વિદ્યાર્થીઓની મુદત 6 મહિના માટે લંબાવી
  • ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ મૂલતવી રખાઇ

નવી દિલ્હી :કોરોનાની લહેર ઝડપથી ફેલાઈ રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના માટે હોસ્પિટલોમાં ડૉક્ટરો અને આરોગ્ય કર્મીઓની ફરજ પણ વધારવામાં આવી રહી છે. કોરોના સમયગાળાની શરૂઆતથી જ વિવિધ આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓ કોરોનાની ફરજમાં રોકાયેલા છે. આ શ્રેણીમાં દિલ્હીની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશે પીજી થર્ડ યરના વિદ્યાર્થીઓની મુદત 6 મહિના માટે લંબાવી છે. જે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સમાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો : દિલ્હી: LNJP હોસ્પિટલમાં CM કેજરીવાલ, મનોજ તિવારી સહિત નેતા ઉપસ્થિત

વિદ્યાર્થીઓનો કાર્યકાળ 6 મહિના માટે વધારવામાં આવે
હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ.સુરેશ કુમાર તરફથી જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યું છે કે, દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના આદેશ મુજબ ત્રીજા વર્ષના પી.જી.ના વિદ્યાર્થીઓનો કાર્યકાળ 6 મહિના માટે વધારવામાં આવે છે. જે એપ્રિલ 2021ના ​​છેલ્લા અઠવાડિયામાં સમાપ્ત થવાનો હતો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પી.જી.ના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ મૂલતવી રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ હજી પણ કોરોનાની ફરજમાં રોકાયેલા છે.

આ પણ વાંચો : દિલ્હી: LNJP હોસ્પિટલના ડૉકટરનું કોરોના વાઈરસથી નિધન

કોરોનામાં તબીબી વિદ્યાર્થીઓને પણ તૈનાત કરવામાં આવ્યા
નોંસરકાર હોસ્પિટલોમાં સતત ડૉક્ટરો અને આરોગ્ય કામદારોની હાજરીની ખાતરી આપી રહી છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓની યોગ્ય સારવાર થઈ શકે. હોસ્પિટલોમાં આવતા દર્દીઓને સુવિધા મળી શકે. આ માટે, કોરોનામાં તબીબી વિદ્યાર્થીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details