- કર્ણાટકમાં આજથી આંગણવાડી સહિત એલકેજી અને યુકેજીના વર્ગો ફરી શરૂ થશે
- સરકારી આદેશમાં વર્ગો અડધા દિવસ સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું
- રાજ્યના તે જિલ્લાઓમાં લાગુ થશે જ્યાં કોરોના સંક્રમણનો દર 2 ટકાથી ઓછો
બેંગલુરુ:કર્ણાટકમાં સોમવાર એટલે કે આજથી આંગણવાડી સહિત એલકેજી(LKG) અને યુકેજીના (UKG)વર્ગો ફરી શરૂ થશે (class resumes from today In Karnataka). રાજ્ય સરકારે નાના બાળકો માટે ફરીથી વર્ગો શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ આદેશ રાજ્યના તે જિલ્લાઓમાં લાગુ થશે જ્યાં કોરોના સંક્રમણનો દર 2 ટકાથી ઓછો છે.
ટેકનિકલ કમિટીની ભલામણોના આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે
સરકારી આદેશમાં વર્ગો અડધા દિવસ સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ટેકનિકલ કમિટીની ભલામણોના આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે અમુક મુદ્દાઓ પર બાળકોના માતા-પિતાની સંમતિ લેવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર બાળકોના વાલીઓને વર્ગમાં બાળકોની હાજરી માટે લેખિત સંમતિ લેવા માટે કહેવામાં આવ્યું છે.
બાળકો માટે યોગ્ય સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા આદેશ