ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરિસ્કાના જંગલમાં આગ, વન્ય જીવોના જીવ બચાવવા ધમપછાડા

રાજસ્થાનના સરિસ્કાના જંગલ વિસ્તારમાં લાગેલી ભીષણ આગને (Forest fire in Sariska) કારણે દીપડો, સાબર, ચિત્તા, સાપ તેમજ 27 વાઘ, વાઘણ (Sariska Tiger Reserve ) અને બચ્ચા સહિત હજારો વન્યજીવોના જીવ જોખમમાં મુકાયા છે. આગ સતત વિકરાળ બની રહી છે. વહીવટીતંત્રના તમામ પ્રયાસો પણ બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે. વાયુસેનાના હેલિકોપ્ટર સતત આગ પર કાબૂ કરવા કામે લાગેલા છે.

સરિસ્કાના જંગલમાં આગ, વન્ય જીવોના જીવ બચાવવા ધમપછાડા
સરિસ્કાના જંગલમાં આગ, વન્ય જીવોના જીવ બચાવવા ધમપછાડા

By

Published : Mar 29, 2022, 7:26 PM IST

અલવર (રાજસ્થાન): સરિસ્કાના જંગલમાં લાગેલી આગ (Forest fire in Sariska) વિકરાળ બની રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધી 20 થી 25 કિમીના જંગલ વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ છે. આ સાથે હવે આગ વસવાટવાળા વિસ્તાર તરફ ઝડપથી આગળ (sariska fire heading toward populated area) વધી રહી છે. હાલમાં સરિસ્કા ક્ષેત્રમાં 27 વાઘ, વાઘણ (Sariska Tiger Reserve) અને બચ્ચા છે. આ ઉપરાંત અઢીસોથી વધુ દીપડા, સાબર, ચિતલ, નીલગાય, હરણ, સાપ, નોળીયા સહિતના હજારો વન્ય પ્રાણીઓ જંગલમાં છે. આગને કારણે સાપ, નોળીયા અને જમીન પર રખડતા જીવો મરી રહ્યા છે. જોકે, સરિસ્કા પ્રશાસને હજુ સુધી આ કેસમાં કોઈ સતાવાર આંકડા જાહેર કર્યા નથી.

આ પણ વાંચો:Fire In Ahmedabad : સાંતેજ વિસ્તારમાં લાગી ભયાનક આગ, 18 જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

વહીવટીતંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ:200 થી વધુ વનકર્મીઓ અને સેંકડો ગ્રામજનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સવારથી એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી પાણી છંટકાવની કામગીરી ચાલી રહી છે. જ્વાળાઓ ઝડપથી વસ્તીવાળા વિસ્તાર તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં, પૃથ્વીપુરા અને બલેટા સહિત લગભગ એક ડઝન ગામોમાં, વહીવટીતંત્ર દ્વારા સાવચેત રહેવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઝડપથી ફેલાતી આગની સામે વહીવટીતંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. જેના કારણે હજારો વન્યજીવોના જીવ જોખમમાં મુકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આગ લાગી છે, ત્યાં વાઘ અને તેના બચ્ચાઓની સતત અવરજવર રહે છે.

પોલીસકર્મીઓનુ સતત પેટ્રોલિંગ: આવી સ્થિતિમાં આજુબાજુના ગામડાઓમાં રહેતા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવા જણાવાયું છે. જો કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. વાસ્તવમાં આગના કારણે વન્ય જીવો પોતાનો જીવ બચાવીને માનવ વસવાટ વાળા વિસ્તારમાં આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, પોલીસ સતત લોકોને સલાહ આપી રહી છે કે જંગલી પ્રાણીઓની માહિતી તાત્કાલિક વહીવટીતંત્રને આપે. આ સાથે પોલીસકર્મીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જાહેરાતો દ્વારા લોકોને જાગૃત કરી રહ્યા છે.

આ પણ વાંચો:તુર્કીમાં 60 જગ્યા પર લાગી ભયાનક જંગલી આગ, 4 લોકોના મોત

ખતરનાક દ્રશ્ય : સરિસ્કા પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર દ્વારા આગ બુઝાવવાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ ખતરનાક દ્રશ્ય ખૂબ જ ડરામણું છે. અરવલ્લી પર્વતમાળાઓમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. એરફોર્સના હેલિકોપ્ટર સતત આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરિસ્કાના જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે.

વિસ્તારનું તાપમાન 50 ડિગ્રીને પાર : આ વિસ્તારનું તાપમાન 50 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. લોકોના મોબાઈલ ગરમ થઈ રહ્યા છે અને બંધ થઈ રહ્યા છે. જંગલમાંથી જંગલી પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. જંગલમાં ચારે બાજુ માત્ર ધુમાડો જ દેખાય છે. પોલીસ પ્રશાસન લોકોને જાગૃત કરવામાં વ્યસ્ત છે. આગ ઓલવવામાં રોકાયેલા લોકોને પણ ગરમીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વધી રહેલી આગના કારણે પાક નિષ્ફળ જવા સહિતની અનેક સમસ્યાઓ ગ્રામજનો સામે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details