સાંજે 5 કલાક સુધી 78.36 ટકા મતદાન
LIVE ELECTION: પશ્ચિમ બંગાળ વિધાનસભાના 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન
18:09 April 17
સાંજે 5 કલાક સુધી 78.36 ટકા મતદાન
15:53 April 17
બપોરે 3 કલાક સુધી 62.40 ટકા મતદાન
બપોરે 3 કલાક સુધી 62.40 ટકા મતદાન
15:08 April 17
ભીડને દૂર કરવા ફાયરિંગ
- પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના ડીગંગા વિધાનસભા મત વિસ્તારની સરહદ પર કુરલાગાચા ખાતેના મતદાન કેન્દ્રની સામે ટોળાને વિખેરવા કેન્દ્રીય દળોએ ગોળીબાર કર્યો હતો.
15:08 April 17
6 જિલ્લાઓની 45 બેઠકો પર અત્યાર સુધીમાં 54.67 ટકા મતદાન થયું
15:08 April 17
ચકરદામાં બૂથની બહારથી એક બંદૂક મળી આવી હતી. અપક્ષ ઉમેદવાર કૌશિક ભૌમિકનો આરોપ છે કે, તૃણમૂલ દ્વારા લેવામાં આવેલા ગુંડાઓ દ્વારા તેમના પર હુમલો કરાયો હતો. તેમણે કે બંદૂક પોલીસને આપી છે.
15:07 April 17
કામરહટીના એર મતદાન મથકની અંદર ભાજપના મતદાન એજન્ટનું મોત
- ટીએમસી નેતા સુજિત બોઝે કહ્યું છે કે ભાજપ સમર્થકો દ્વારા બિધાન નગરમાં બૂથ નંબર 265 અને 272 પર પથ્થરમારો કરતાં અમારા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમે ચૂંટણી સુપરવાઈઝર અને પોલીસને જાણ કરી છે. હવે સ્થિતિ સામાન્ય છે.
11:53 April 17
પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના માટે સવારે 11 વાગ્યા સુધીમાં 36.02 ટકા મતદાન થયું હતું
- પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના માટે સવારે 11 વાગ્યા સુધીમાં 36.02 ટકા મતદાન થયું હતું
11:40 April 17
પોલીસ કમિશ્નર અજય નંદાએ ઉત્તર 24 પરગણામાં કામરહાટી વિધાનસભા મત વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. અમે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી આપી રહ્યા છીએ
09:56 April 17
- વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સવારે 9:30 વાગ્યા સુધીમાં 16.15 ટકા મતદાન થયું
09:32 April 17
કોલકાતાના દક્ષિણેશ્વરમાં હિરાલાલ મઝુમદાર મેમોરિયલ કોલેજ ફોર વુમન પોલિંગ સ્ટેશનની બહાર મતદારોએ કતાર લગાવી હતી
- કોલકાતાના દક્ષિણેશ્વરમાં હિરાલાલ મઝુમદાર મેમોરિયલ કોલેજ ફોર વુમન પોલિંગ સ્ટેશનની બહાર મતદારોએ કતાર લગાવી હતી
09:30 April 17
- પશ્ચિમ બંગાળના પ્રધાન અને બિધાનગરના TMC ઉમેદવાર, સુજિત બોઝે વિધાનસભા મત વિસ્તારની પૂર્વ કલકત્તા ગર્લ્સ કોલેજમાં મતદાન મથકની મુલાકાત લીધી હતી
08:07 April 17
વડાપ્રધાન મોદીએ મતદાતાઓને મત આપવા અપીલ કરી
- વડાપ્રધાન મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત બનાવ કરી અપીલ
- વડાપ્રધાને ટ્વિટ કરીને લોકશાહીના તહેવારને ઉજવવાંની કરી વિનંતી
07:52 April 17
LIVE ELECTION: પશ્ચિમ બંગાળ વિધાનસભાના 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન
- પશ્ચિમ બંગાળમાં 5મા તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ
TAGGED:
election update