ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીપોત્સવ 2020: અયોધ્યામાં ત્રેતાયુનો ઉત્સવ... - undefined

live updates from ayodhya
live updates from ayodhya

By

Published : Nov 13, 2020, 3:48 PM IST

Updated : Nov 13, 2020, 9:26 PM IST

21:24 November 13

અયોધ્યા દીપોત્વ 2020એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બનાવી જગ્યા

અયોધ્યામાં દીપોત્સવ સમારોહમાં સરયૂ નદીના તટ પર 5,84,572 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દીવાની આ સંખ્યાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવ્યું છે.

19:32 November 13

રામ નગરી ખાતે લેસર શો...

અયોધ્યાનગરી 5 લાખ 51 હજાર દીવડાઓથી ઝગમગશે

અયોધ્યા દીપોત્સવ નિમિત્તે સરયૂ નદીના તટ પર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિભિન્ન દેવીદેવતાઓને દર્શાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ સરયૂ ઘાટ દીવડાઓથી સજાવવામાં આવી રહ્યો છે.

17:53 November 13

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દીપોત્સવ કાર્યક્રમમાં સંબોધન કર્યું, જુઓ સંબોધન...

મુખ્યપ્રધાન યોગીએ કહ્યું કે, પ્રદેશવાસીઓ અને શ્રદ્ધાળુઓ તરફથી હું વડાપ્રધાન મોદીને અભિવાદન કરું છું, અને તેમની પ્રેરણાથી અને તેમની રણનીતિથી પાંચ સદીઓનો સંકલ્પ પૂરો થયો છે તે દુનિયા જોઇ રહી છે.

17:40 November 13

દીપોત્સવ વેબપોર્ટલનો શુભારંભ

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ વેબપોર્ટલનો શુભારંભ કર્યો

16:50 November 13

દિપોત્સવ માટે સજી રહી છે અયોધ્યા નગરી

દિપોત્સવ માટે સજી રહી છે અયોધ્યા નગરી

16:36 November 13

રામકથા પાર્ક તરફ રવાના થઇ શોભાયાત્રા

કલાકારો અયોધ્યા પહોંચ્યા

સમગ્ર અયોધ્યા નગરી આજે સણગારવામાં આવી છે. રંગબેરંગી રોશનીઓથી સમગ્ર અયોધ્યા જળહળી રહી છે. દિપોત્સવ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે સમગ્ર ભારતમાંથી કલાકારો અયોધ્યા પહોંચ્યા છે.

16:35 November 13

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કર્યા રામ લલાના દર્શન

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રામ લલાના દર્શન કરવા માટે રામ જન્મભૂમિ પહોંચ્યા હતા. જ્યા યોગીએ રામ લલાના દર્શન કર્યા હતા. 

16:14 November 13

અયોધ્યામાં આજે સ્વર્ગની અનુભૂતિ થઇ રહી છે : ઉત્તરપ્રદેશના પ્રવાસન પ્રધાન

અયોધ્યામાં આજે સ્વર્ગની અનુભૂતિ થઇ રહી છે : ઉત્તરપ્રદેશના પ્રવાસન પ્રધાન

ભગવાન શ્રીરામની પાવન નગરી અયોધ્યામાં ભગવાન રામની શોભાયાત્રા મુખ્ય માર્ગ પરથી થઇને રામ જન્મભૂમિ સુધી પહોંચી છે. જ્યા શ્રદ્ધાળુઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના પ્રવાસન પ્રધાનને ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અયોધ્યામાં આજે સ્વર્ગની અનુભૂતિ થઇ રહી છે.

15:42 November 13

અયોધ્યાનગરી 5 લાખ 51 હજાર દીવડાઓથી ઝગમગશે

અયોધ્યાનગરી 5 લાખ 51 હજાર દીવડાઓથી ઝગમગશે

અયોધ્યા : મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની પાવન નગરી અયોધ્યામાં ચાલી રહેલા દિપોત્સવ-2020 કાર્યક્રમની પહેલા દિવસે ગુરૂવારે ભગવાન શ્રીરામની શોભાયાત્રા ધર્મનગરીના પ્રમુખ માર્ગો પર થઇને રામકથા પાર્ક તરફ જવા નિકળી છે. આ દરમિયાન ભાવિભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આ સાથે જયઘોષ અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગૂંજી રહ્યું છે. આ શોભાયાત્રા રામ જન્મભૂમિના મુખ્ય દ્વાર પર પહોંચી છે.

Last Updated : Nov 13, 2020, 9:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details