- માર્ચ 2021માં લાઇવ-સ્ટ્રીમિંગ સેવા પેરિસ્કોપ બંધ કરવામાં આવશે
- આ એપ્લિકેશનને વાપરવાનો દર સમય સાથે વધવાની શક્યતા
- કેવન બેકપોર અને જો બર્નસ્ટેઇન દ્વારા બનાવવામાં આવી હતી આ એપ
નવી દિલ્હી: ટ્વિટર માર્ચ 2021 સુધીમાં તેની લાઇવ-સ્ટ્રીમિંગ સેવા પેરિસ્કોપ બંધ કરશે. કંપની તેની મુખ્ય એપ્લિકેશનની અંદર તેની ટ્વિટર લાઇવ સુવિધા સાથે લાઇવ વીડિઓને સ્ટ્રીમ કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો:ચીનમાં એપલના એપ સ્ટોર પર મોબાઇલ ગેમ્સના અપડેટ બંધ
છેલ્લા કેટલાક વર્ષોમાં પેરિસ્કોપના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે
પેરિસ્કોપ ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હકિકતમાં પેરિસ્કોપ એપ્લિકેશન જાળવણીની અસ્થિર સ્થિતિમાં છે, તે છેલ્લા ઘણાં સમયથી આ સ્થિતિમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે પેરિસ્કોપના વપરાશમાં ઘટાડો જોયો છે. ફક્ત આ એપ્લિકેશનને વાપરવાનો દર સમય સાથે વધશે. " ટીમે કહ્યું કે, પેરિસ્કોપને તેની વર્તમાન હાલતમાં છોડી દેવી યોગ્ય નથી.
આ પણ વાંચો:AMC સેવા એપ્લિકેશન 27 જૂન બાદ અપડેટ જ નથી, અધિકારીઓ પર તંત્રનો આંધળો ભરોસો
2015માં પેરિસ્કોપને લોંચ કરવામાં આવી હતી
આ એપ લોંચ થતાં પહેલા ટ્વિટરે માર્ચ 2015માં પેરિસ્કોપ ખરીદ્યું. એન્ડ્રોઇડ અને IOS માટે પેરિસ્કોપ એપ્લિકેશન કેવન બેકપોર અને જો બર્નસ્ટેઇન દ્વારા બનાવવામાં આવી હતી.