ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર "હમ દો હમારે દો"ની પોલિસી પર ચાલી રહ્યું છે: લોકસભામાં રાહુલ ગાંધી - Lok Sabha updates

લોકસભાના બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરતા કહ્યું કે "વડાપ્રધાન મોદીએ ગઇકાલે કહ્યું હતું કે વિપક્ષ ફક્ત આંદોલનની વાત કરી રહ્યા છે પરંતુ કૃષિ કાયદાઓની વિષય-વસ્તુ વિશે નહી. આથી મને લાગ્યું કે આજે કૃષિ કાયદાઓના કંટેન્ટ અને ઇન્ટેન્ટ (મુદ્દો અને હેતુ) પર વાત કરવી જોઇએ."

હમ દો હમારે દો
હમ દો હમારે દો

By

Published : Feb 11, 2021, 7:19 PM IST

Updated : Feb 11, 2021, 11:05 PM IST

  • લોકસભાનું બજેટ સત્ર યોજાયું
  • રાહુલ ગાંધીએ કર્યું સત્રમાં સંબોધન
  • ટ્વીટમાં જણાવ્યું, કેન્દ્ર "હમ દો હમારે દો"ની પોલિસી પર ચાલી રહ્યું છે

નવી દિલ્હી: લોકસભાના બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ ચર્ચા કરતા કહ્યું કે "વડાપ્રધાન મોદીએ ગઇકાલે કહ્યું હતું કે વિપક્ષ ફક્ત આંદોલનની વાત કરી રહ્યા છે પરંતુ કૃષિ કાયદાઓની વિષય-વસ્તુ વિશે નહી. આથી મને લાગ્યું કે આજે કૃષિ કાયદાઓના કંટેન્ટ અને ઇન્ટેન્ટ (મુદ્દો અને હેતુ) પર વાત કરવી જોઇએ."

બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ કરી ચર્ચા

કાયદાનું કન્ટેન્ટ એ છે કે દેશમાં ગમે ત્યાં ખાદ્યાન્ન, ફળો તથા શાકભાજીની અસિમીત ખરીદી થઇ શકે છે. જો દેશમાં ગમે ત્યાંથી ખરીદી થઇ શકે તો પછી બજારોમાં કોણ જશે? (તેની કોઇ જરૂરિયાત રહેશે નહી). આ કાયદાનું પ્રથમ કંન્ટેન્ટ(મુદ્દો) મંડી(બજારપ્રથા) ખતમ કરવાનો છે. બીજો કંટેન્ટ એ છે કે મોટા વેપારીઓ ઇચ્છે તેટલું અનાજ, ફળો/ શાકભાજીનો સંગ્રહ કરી શકશે. આ મુદ્દાને લીધે આવશ્યક વસ્તુ અધિનિયમ સમાપ્ત થઇ જશે. આનાથી દેશમાં સંગ્રહખોરી શરૂ થઇ જશે. ત્રીજો કંટેન્ટ એ છે કે જ્યારે કોઇ ખેડૂત પોતાની ઉપજના સાચા ભાવ માંગવા માટે દેશના સૌથી મોટા વેપારી પાસે જશે ત્યારે તેને કોર્ટમાં જવાની મંજૂરી નહી આપવામાં આવે.

હમ દો હમારે દોકેન્દ્ર "હમ દો હમારે દો"ની પોલિસી પર ચાલી રહ્યું છે: લોકસભામાં રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યું કે, 'હમ દો હમારે દો' કૌટુંબિક યોજનાનું સૂત્ર હતું, તેવી જ રીતે હાલની સરકાર દેશના બે ઉદ્યોગપતિઓને સહાય આપીને સૂત્રનું પાલન કરી રહી છે. રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અદાણી જૂથનું નામ લીધા વિના જણાવ્યું હતુ કે, દેશ 4 લોકો ચલાવે છે. તે 'હમ દો, હમારે દો'ની સરકાર કોની છે. તેમને જવાબ આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, જ્યારે તેમને કુટુંબ યોજનાના નારા વિશે બોલ્યા ત્યારે રાહુલ ગાંધી તેમના 'દીદી અને જીજાજી' વિશે બોલ્યા હોવા જોઈએ.

કેન્દ્ર "હમ દો હમારે દો"ની પોલિસી પર ચાલી રહ્યું છે: લોકસભામાં રાહુલ ગાંધી

લોકસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસ નેતા ગાંધીએ જણાવ્યું કે, તેમને ત્રણ ફાર્મ કાયદાની "સામગ્રી અને ઉદ્દેશ્ય" પર બોલતા હતા. જેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. "બુધવારે ગૃહને સંબોધન કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિપક્ષ આંદોલન વિશે વાત કરે છે, પરંતુ ફાર્મ કાયદાઓની સામગ્રી અને ઉદ્દેશ્ય વિશે નહીં. મને લાગ્યું કે મેં આજે તેમને ખુશ કરવા જોઈએ અને કાયદાની સામગ્રી અને ઉદ્દેશ્ય પર વાત કરીશું." રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, પ્રથમ કાયદો "મંડીઓને સમાપ્ત કરવાનો હતો".

કેન્દ્ર "હમ દો હમારે દો"ની પોલિસી પર ચાલી રહ્યું છે: લોકસભામાં રાહુલ ગાંધી
Last Updated : Feb 11, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details