દહાણું:મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુની (Trekking by Two year old Girl) બે વર્ષની બાળકીએ 17 કિમીનું અંતર ટ્રેકિંગ કરીને કાપી એક રેકોર્ડ (17 Km Trekking via Walk) બનાવી દીધો છે. આ દીકરીનું નામ કેશવી રામ માચી (Keshvi Ram Maharashtra) છે. આ અંતર કાપવામાં એમને 11 કલાકનો સમય લાગ્યો હતો. તારીખ 31 જુલાઈના રોજ એક ટ્રેકર્સ ગ્રુપ (Maharashtra Trekking Group) દહાણુથી ભીમાશંકર જ્યોતિર્લિંગ કિલ્લા (Trekking Spot in Maharashtra) પર ચઢવા માટે ટ્રેકિંગ માટે રવાના થયું હતું. આ જૂથમાં વડકુન ખેતીપાડામાં રહેતો આનંદ માચી તેની પત્ની અને બહેન સાથે ગયો હતો. આ સાથે જ કેશવીએ પણ ચઢવાની ઈચ્છા વ્યક્ત કરી. જો કે, ચઢાણ શરૂ કરતા પહેલા, પરિવાર અને અન્ય લોકોને છોકરી કરી શકશે કે નહીં એ અંગે આશંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: કલમ 370 નાબૂદ કરવાના નિવેદન બાદ ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરકેદ
કેશવીના કઠણ કદમ: કેશવીએ સવારે 10.30 વાગ્યે ખંડાસ ગામથી ભીમાશંકર જવા માટે ચઢાણ શરૂ કર્યું. આ દરમિયાન ટ્રેકર્સ પણ તેની સાથે ચાલી રહ્યા હતા. કિલ્લા પર ચઢવા માટે સીડીઓ ન હોવાને કારણે કેશવી ક્યારેક તેના પરિવારના સભ્યોનો હાથ પકડીને ચાલતી હતી. પ્રવાસ દરમિયાન કેશવીને તેના પરિવારના સભ્યોએ એને ખોળામાં તેડી લેવા માટે પણ પ્રયાસ કર્યા હતા. પણ હાથી જેવી હિંમત અને દરિયામાં હિલ્લોળા લેતા મોજા સમાન ઉત્સાહથી લદાયેલી કેશવીએ લગભગ બાર વાગ્યે ગણેશ ઘાટ જવાના રસ્તે કોઈની મદદ વગર 8.70 કિમીનું ચઢાણ પૂરું કર્યું હતું.