બરેલીઃબરેલીમાં ભેળસેળીયાઓને કોર્ટે કડક સજા ફટકારી છે. જિલ્લા ન્યાયાધીશ અરવિંદ કુમાર યાદવે નકલી દેશી ઘી બનાવનાર પાંચ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ ઐતિહાસિક ફેસલામાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત દરેક આરોપીઓને 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા પર ઈતિહાસમાં અપાયેલી આ સૌથી કડક સજા છે.
Uttar Pradesh News: ભેળસેળીયાઓને બરેલી કોર્ટે ફટકારી ઐતિહાસિક આજીવન કેદની સજા - આજીવન કારાવાસની સજા
બરેલીમાં ભેળસેળીયાઓને કોર્ટે ભેળસેળના ગુનામાં ઈતિહાસમાં ન ફટકારી હોય તેવી કડક સજા ફટકારી છે. પાંચ ભેળસેળીયા દોષી સાબિત થતા આજીવન કેદની સજા ફટકારી છે. આ સજા સાંભળીને ભેળસેળીયાઓમાં ધાક બેસી ગઈ ગઈ છે. વાંચો સમગ્ર કેસ અને સજા વિશે.

14 વર્ષ પહેલા પોલીસે છાપો માર્યો હતોઃ સમગ્ર મામલાની વિગત એવી છે કે 14 વર્ષ પહેલા સુભાષ નગર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોએ 15 ઓક્ટોબર 2009ના રોજ સર્વોદયા નગરની પાસે અનંત સીમેન્ડ ટ્રેડર્સના ભોંયરામાં છાપો માર્યો હતો. આ દરમિયાન 5 ઈસમોને નકલી દેશી ઘી બનાવતા રંગે હાથે ઝડપ્યા હતા. ઘટના સ્થળે પોલીસે એલ્યુમિનિયમ ડ્રમમાંથી નકલી દેશી ઘી પકડ્યું હતું. નકલી ઘીના જથ્થા ઉપરાંત રિફાઈન્ડ તેલ, દેશી ઘીમાં ભેળવવામાં આવતો પદાર્થ પર કબ્જે કર્યો હતો. ભેળસેળના આ પદાર્થે નકલી ઘીમાં સુગંધ ઉમેરવા માટે થતો હતો.
બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાઃભેળસેળીયાઓમાં બુલંદશહેરના ડીબાઈનો મહેશ, યોગેન્દ્ર, લોકમન, સત્ય પ્રકાશ અને બરેલીના બિહારીપુર નિાસી સુબોધને જેલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસની છાપામારી દરમિયાન બે લોક ફરાર થઈ ગયા હતા. કોર્ટના સરકારી વકીલ તેજપાલ સિંહ રાઘવે જણાવ્યું કે આ મામલામાં 14 વર્ષથી અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટમાં આઠ સાક્ષીને રજૂ કરવામાં આવ્યા હતા. શુક્રવારે ન્યાયાધિશ અરવિંદ કુમારે આરોપી મહેશ, યોગેન્દ્ર, લોકમાન, સત્યપ્રકાશ અને બરેલીના સુબોધને દોષીત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેમને 50 હજાર રૂપિયા દંડ પણ ભરવો પડશે. જ્યારે રજનીશ અને અનુપમ પર આરોપ સિદ્ધ ન થતા તેમને નિર્દોષ છોડી મૂકાયા છે.