પ્રયાગરાજઃઉમેશ પાલ અપહરણ કેસમાં ચુકાદો આવી ગયો છે. માફિયા અતીક અહેમદ, તેના નજીકના સાથીદારો શૌકત હનીફ અને દિનેશ પાસીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદો સાંભળીને અતીક તેના ભાઈ અશરફને ગળે લગાવીને રડી પડ્યો હતો.
આજીવન કેદનો ચુકાદો: અતીકને સાબરમતી જેલમાંથી જ્યારે અશરફને બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. મંગળવારે કડક સુરક્ષા વચ્ચે અતીક, અશરફ અને ફરહાનને જેલમાંથી અલગ જેલ વાનમાં કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. અતીક કોર્ટ પરિસરમાં પહોંચતાની સાથે જ પોલીસ, પીએસી અને આરએએફના જવાનોએ ચાર્જ સંભાળી લીધો હતો. કેટલાક વકીલો જૂતાની માળા લઈને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ઉમેશ પાલની હત્યાથી નારાજ વકીલ અતીકને હાર પહેરાવવા માંગતો હતો. જોકે, સુરક્ષા દળોએ તેમને કોર્ટના ગેટ પહેલા જ અટકાવ્યા હતા. જે બાદ પરત મોકલવામાં આવ્યા હતા.
રાજુ પાલની હત્યા: ઉલ્લેખનીય છે કે 25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ આ કેસમાં પ્રત્યક્ષદર્શી સાક્ષી હતા. માફિયા અતીકે તેને કેસમાંથી ખસી જવા કહ્યું. ઉમેશ પાલ તેની વાત સાંભળતો ન હતો. આ પછી 28 ફેબ્રુઆરી 2006માં ઉમેશ પાલના અપહરણ કરવામાં આવ્યું હતું. તેને માફિયા અનુસાર જુબાની આપવા માટે કહેવામાં આવ્યું હતું. અતીકની વાત ન સાંભળવા બદલ તેને અનેક પ્રકારની યાતનાઓ પણ આપવામાં આવી હતી.
અતીકના પરિવારના 3 સભ્યો જેલમાં: અપહરણ કેસમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ કોર્ટમાં હાજર થવા માટે નૈની સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. જ્યારે ફરહાન નામનો આરોપી પહેલેથી જ નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તે જ સમયે, અતીકના વકીલ ખાન સુલત હનીફ અને અન્ય આરોપીઓ જામીન પર બહાર છે. આ સિવાય અન્સાર નામના આરોપીનું મોત થયું છે. મંગળવારે જ્યારે ચુકાદો જાહેર થયો ત્યારે ફરહાન પણ અતીક અને અશરફ સાથે હાજર હતોસોમવારે અતીક અહેમદ સહિત પરિવારના 3 સભ્યોએ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં રાત વિતાવી હતી. આવું પહેલીવાર બન્યું જ્યારે અતીકના પરિવારના 3 સભ્યો જેલમાં સાથે રહ્યા. માફિયાના નાના ભાઈ પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને બરેલી જેલમાંથી નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે અતીક અહેમદનો બીજો પુત્ર અલી અહેમદ ઘણા મહિનાઓથી નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. અતીક અહેમદ સહિત ત્રણેય લોકોને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Umesh pal kidnapping case: ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ દોષિત, તમામ 10 આરોપીઓ પર કોર્ટનો ચુકાદો